Category Archives: અન્વી મારૂ

અન્વી મારૂ

અન્વી મારૂ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

સખી મને તેં સરોવર કહ્યો - રમેશ પારેખ



સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સ્વરાંકન – ઉદ્દયન મારૂ
સ્વર – ઝરણા વ્યાસ અને અન્વી મારૂ

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?....

વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?… Photo: Vivek Tailor

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

- રમેશ પારેખ