Category Archives: ડૉ. કેદાર ઉપાધ્યાય

ડૉ. કેદાર ઉપાધ્યાય

ડૉ. કેદાર ઉપાધ્યાય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે - મિલિન્દ ગઢવી 'ગ.મિ.'



તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે – મિલિન્દ ગઢવી ‘ગ.મિ.’

લગભગ ૨ વર્ષ પહેલા ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલી આ મિલિન્દની ગઝલ – આજે બે અલગ અલગ સ્વરાંકનો સામે ફરી એકવાર માણીએ..!

(અષાઢી સાંજે….   Photo: by Ted Szukalski )

સ્વર – સ્વરાંકન : ડૉ. ફિરદૌસ દેખૈયા

This text will be replaced

સ્વર – સ્વરાંકન : ડૉ. કેદાર ઉપાધ્યાય

This text will be replaced

હું શમણાઓને ગાળું છું, એ ઘટનાઓને લૂછે છે
હું શબ્દ બનીને સળગુ છું, એ મૌન લખીને ઘુંટૅ છે

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું જઇ પૂછ વિરહની રાતોને
અહીં રોજ નિરાશા ફણગે છે, અહીં રોજ નિસાસા ઊગે છે

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી
અફસોસ બિચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઊડે છે

મારામાં મારા હોવાની વાતો સૌ પોકળ સાબિત થઇ
તો કોણ પછી આ રગરગમાં નિઃશ્વાસ બનીને ઘૂમે છે

પેલા પર્વતની ટોચે કહે છે બે પ્રેમી આખર વાર મળ્યા
એક વૃક્ષ હજી ત્યાં વાદળમાં ચિક્કાર પલળતું ઊભે છે.

- મિલિન્દ ગઢવી ‘ગ.મિ.