દરિયાની છાતી પર -ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!

સ્વર :ડો. કેદાર ઉપાધ્યાય
સ્વરાંકન : કેદાર અને ભાર્ગવ

.

દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યા નામ છીએ આપણે

હોવું તો વાદળિયાં શ્વાસ જેવી વાત જેની ધરતીને સાંપડી સુગંધ
આપણેતો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય એવો આપણો મુકામ છીએ આપણે

પાંખમાં ભરીને ચાલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાના હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
-ધ્રુવ ભટ્ટ

સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત

One reply

  1. યાયાવર પક્ષીઓ જે ભારત દેશ બહાર થી આવેછે ત્યાં વધુ પડતી ઠંડી અને બરફના ઠર જામતા હોયછે એટલે ખોરાક મેળવવાનું પણ મુશ્કેલ થઇ જાયછે ત્યારે ખાસ કરીને ગુજરાત માં અને ભારત ના બીજા પ્રદેશો માં આવતા હોયછે એજ વાત માનવ જગત માટે પણ લાગુ પડેછે આપણે પણ ક્યાંથી ભટકતા 2 આવ્યાછે એ આપણ ને ખબર નથી આપણા સાંસારિક માળા હોયછે અંતે ઉડીને ક્યાં જવાનાછે એ ચાવી કુદરતે એની પાસે રાખીછે
    કે બી સોપારીવાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *