Category Archives: પિનાકીન ઠાકોર

પિનાકીન ઠાકોર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

મને ઝાંઝરિયું ઘડાવો રે... - પિનાકીન ઠાકોર
હોરી આઇ હોરી કાના... - પિનાકીન ઠાકોર

મને ઝાંઝરિયું ઘડાવો રે… – પિનાકીન ઠાકોર

આ ગીતની સાથે જ પેલું ‘વ્હાલમને વરણાગી કહેતી નાયિકાની ફરમાઇશોવાળું ગીત’ યાદ આવી જાય ને? કવિ શ્રી પિનાકિન ઠાકોરને એમના જન્મદિવસે આ ગીત માણી શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!

મને ઝાંઝરિયું ઘડાવો રે , ઝાંઝરિયું .

રૂપાનો રઢિયાળો ઘાટ ,
સોના કેરી સુંદર ભાત ,
રંગરંગી રતન જદાવો રે. મને ૦

કેડે નાનકડી શી ગાગર ,
મેલું જે ઘડુલો માથા પર,
ઇંઢોણીને મોતીએ મઢાવો રે. મને ૦

લટકમટક હું ચાલું,
ને અલકમલકમાં મ્હાલું,
મને પરીઓની પાંખ પર ચઢાવો રે. મને ૦

– પિનાકિન ઠાકોર

Share what you loved...

હોરી આઇ હોરી કાના… – પિનાકીન ઠાકોર

ફરીથી એકવાર.. સૌને હોળી-ધૂળેટીની રંગભર શુભેચ્છાઓ..

સ્વર : શ્રુતિવૃંદ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

This text will be replaced

હોરી આઇ હોરી કાના હોરી આઇ રે
આજ હોરી આઇ રે…

કદંબ બનકી ડાલી ડાલી પે છિપ છિપ
બંસી બજાઇ રે
આજ હોરી આઇ રે…

દૂર ગગન મેં ગુલાલ પૂરવને શુભ્ર ભાલ
રેલ રહી લાલ લાલ
કેસરિયા કિરણોની ઝળહળ
ઝળહળ અરુણાઇ રે
આજ હોરી આઇ રે….

વાયુની વાય વેણુ વનવનમાં મત્તમધુર
પાથરે પરાગરેણુ પાગલ પ્રીતિને સૂર
વાગે ઝાંઝ પખાવજ

ફાગણની શરણાઇએ
આજ હોરી આઇ રે….

Share what you loved...