Category Archives: જગદીપ અંજારિયા

જગદીપ અંજારિયા

જગદીપ અંજારિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આવી વસંત મત્ત ફૂલોની રાણી - જયંત પલાણ
ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..
શ્યામ ! ઓ સાંવરીયા ! - સુરેશ દલાલ



શ્યામ ! ઓ સાંવરીયા ! – સુરેશ દલાલ

સૌ મિત્રોને જન્માષ્ટમિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!! સાથે સાંભળીયે કવિ શ્રી સુરેશ દલાલનું આ મઝાનું ગીત.. આમ તો આ ગીત શ્યામલ-સૌમિલના હસ્તાક્ષરમાં પણ સ્વરબધ્ધ છે – જેનું સ્વરાંકન થોડું અલગ છે. એ ગીત ફરી કોઇ દિવસ. આજે માણીએ એ ગીત જગદીપભાઇના સ્વરાંકન અને નાદ ગ્રુપના સ્વર સાથે..!

સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, કૃતિકા ત્રિવેદી, અસ્મિતા ઓઝા, અક્ષય શાય)
સ્વરાંકન : જગદીપ અંજારિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે તમારી વાંસળીઓ ને તમે અમારા સૂર :
શ્યામ ! ઓ સાંવરીયા !
અમે તમારી પાસે ને નહી તમે શ્વાસથી દૂર :
શ્યામ ! ઓ સાંવરીયા !

અમે તમારા મોરપિચ્છમાં રેશમ જેવો રંગ :
તમે અમારે માથે છલકો : યમુનાનો આનંદ.
જનમજનમને ઘાટ તમારી શરદપૂનમનું પૂર;
શ્યામ ! ઓ સાંવરીયા !

અમે તમારો પંથ : પંથ પર પગલીઓ છે પાવન:
મોહનનું આ રૂપ નિરાળું રમતું રહે સનાતન,
નહીં અવરની આવનજાવન : હૈયું માધવપુર !
શ્યામ ! ઓ સાંવરીયા !

- સુરેશ દલાલ

આવી વસંત મત્ત ફૂલોની રાણી – જયંત પલાણ

આજે વસંતપંચમી… ફૂલોની રાણી.. વસંતઋતુની પધરામણી…!! અમારા તરફથી સૌને વસંત મુબારક.. સાથે માણો આ મઝાનું વસંતગીત..!!

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : નાદ ગ્રુપ (દિપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા, કૃતિકા ત્રિવેદી)

* * * * *

This text will be replaced

આવી વસંત મત્ત ફૂલોની રાણી
ફુટી કળીઓને હૈયે ફોરમની વાણી હે..એ…

ડોલે રે આનંદ મસ્ત રંગભીનો કેસુડો હો જી…
મ્હેકે રે ડોલર જુઈ કોઙભર્યો કેવડો હો જી…

જેણે જગાવી ઊરે વેદના અજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

આ..આ..આ..આ…

લાવે રે વાયરા વાત એક છાની જી
શેણે રે ભુલાય ઓલી આંખ હરણાની હો જી…

સૌએ માંડી રંગ રૂપની ઊજાણી
આવી વસંત મત્ત ફૂલોની રાણી હે..એ…

- જયંત પલાણ

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..

આમ તો 1-2 દિવસ મોડુ થઇ ગયું, પણ તુલસી-વિવાહ પ્રસંગે આ સુંદર ધૂન સાંભળીયે…

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : દીપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા

This text will be replaced

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ,
ક્યાં રે વસે છે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

વનમાં વસે તુલસી મંદિરમાં વસે રામ,
રુદિયામાં વસે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે ન્હાયા તુલસી ને ક્યાં રે ન્હાયા રામ,
ક્યાં રે નવરાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ગંગામાં ન્હાયા તુલસી, ગોદાવરી ન્હારા રામ,
યમુનાજી નવરાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

શું રે જમે તુલસી ને શું રે જમે રામ,
શું રે ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

દહીં રે તુલસી ને દૂધ પીએ રામ,
માખણીયા ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે પોઢે તુલસી ને ક્યાં રે પોઢે રામ,
ક્યાં રે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ઘાટે પોઢે તુલસીને હાટે પોઢે રામ
હિંડોળે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..