Category Archives: વાદ્ય સંગીત

તબલા – ઝાકિર હુસૈન

જો તમે મારા બ્લોગ પર વારંવાર આવતા હો, તો અલ્પેશભાઇને તો ઓળખતા જ હશો. મારા મોટાભાઇ.. અને પેલુ કહેવાય ને, ‘friend, philosopher and guide’. મારી જિંદગી પર ભાઇનો જેટલો પ્રભાવ છે, એને શબ્દો આપવાનું મારુ ગજુ નથી. અને સંગીત પ્રત્યેની મારી રૂચી પણ ભાઇને જ આભારી છે.

એક વાત આજે યાદ આવે છે. જ્યારે ભાઇ 2-3 વર્ષનો હતો, ત્યારે મમ્મી-પપ્પા અતુલ-ફર્સ્ટગેટ રહેતા. ઘર હાઇ-વે થી થોડુ દૂર, એટલે હાઇ-વે બાજુ જવાનું હોય તો એને ‘ફર્સ્ટગેટ’ જવાના, એવું જ કહેતા. અને ત્યાં ઘણી વાર મદારી આવતા, વાંદરા અને ડુગડુગી અને ઢોલક અને એવું બધું લઇને. ભાઇને એ એટલું ગમતુ, કે પપ્પા 5 વાગે ઘરે આવે, એટલે ભાઇ તૈયાર થઇ જાય. અને ત્યારે એને કદાચ સરખુ બોલતા પણ નો’તુ આવડતું. એટલે એ પપ્પાને કંઇક આવું કહેતો. ‘પપ્પા.. ફજેત.. પપ્પા.. ઢમઢમ.. ‘

ઢોલક સાથેનો ભાઇનો પ્રેમ હજુ પણ અકબંધ રહયો છે ખરો. આમ તો ભાઇને સંતુર, વાંસળી, કે મોહનવીણા જેવું પણ ગમે, અને કિશોરી અમોલકર, રાજન-સાજન મિશ્રા, ભીમસેન જોષી.. વગેરેના ‘વોકલ’ ( આનું ગુજરાતી ? ) પણ ગમે.

તો યે.. ઢમઢમ એટલે ઢમઢમ.. બરાબર ને ભાઇ ?

મારી પાસે હમણા ઢોલક સંગીતની કોઇ સારી mp3 નથી. એટલે આજે તબલાથી જ કામ ચલાવી લઉં.

ભાઇ.. હેપ્પી બર્થ ડે.. ( 13 ઓક્ટોબર )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પહાડો નો સાદ – Call of the Valley

વાદ્યસંગીતનો મારો શોખ મને ભાઇ તરફથી મળ્યો છે (બીજા ઘણા શોખની જેમ જ તો.. ). આમ તો ભાઇ પાસે સારો સંગ્રહ હતો, પણ એમના જન્મદિવસે એક વાર એમને આ Call of the Valley આપી હતી. શિવકુમાર શર્મા, હરીપ્રસાદ ચૌરસિયા, અને બ્રિજભૂષણ કાબરા જેવા દિગ્ગજો એક સાથે હોય, એટલે વાદ્યસંગીતના કોઇ પણ શોખીનને તરત ગમી જાય એવું સરસ આલ્બમ બને જ.

આ જે ટ્રેક અહીં મૂક્યો છે, એમાં સંતુર, તબલા અને વાંસળી એક સાથે સાંભળવાની ખરેખર મઝા આવે એવું છે. એક્દમ ધીમેથી, અને ફક્ત સિતાર(?) સાથે ચાલુ થતો આ ટ્રેક શરૂઆતમાં કદાચ બોરિંગ લાગે… પણ પછી જમણી બાજુ વાંસળી સંભળાય, અને જાણે સામે બેસીને પંડિત શિવકુમાર સંતુર વગાડે છે.

અને લગભગ અડધે પહોંચીને એવો તો સરસ વાંસળીનો અવાજ ગુંજે કે કાનુડાની વાંસળી યાદ આવી જાય.. જમણી બાજુ સંતુર, ડાબી બાજુ સિતાર, અને સામેથી તબલા અને વાંસળી… એક જ સુર પેલ્લા અલગ અલગ વાદ્ય પર સંભળાય, અને પછી બધા એક સાથે… વાહ.. લાજવાબ.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કાશ્મીરનો ટહુકો…

આજે એક શબ્દ વગરનું ગીત. શબ્દ વગર ગીત બને ખરું? એ તો મને પણ નથી ખબર. તો ચાલો, એમ કહું કે શબ્દ વગરનું સંગીત.

શાસ્ત્રીય સંગીતમાં મને બઉ ગતાગમ નથી. બઉ તો શું, થોડી યે નથી. રાગોના તો નામ જ ખબર. એ પણ બધા તો નથી ખબર… વાદ્યસંગીત જ્યારે પહેલી વાર સાંભળ્યું, ત્યારે ભાઇ પર ગુસ્સો કર્યો હતો, કે આ શું છે? એકલા તબલા વાગે છે..!! પરંતુ ધીમે ધીમે એ ગમવા માંડ્યું. એ ખરેખર સંગીતને લીધે, કે પછી ભાઇની વાદ્યસંગીત પ્રત્યેની રુચીને લીધે, એ તો મને પણ નથી ખબર.

અને પછી તો ખરેખર મઝા આવવા માંડી. મેં જાતે ખરીદેલું સૌથી પહેલું આલ્બમ : Call of the Vally. એમાં શિવકુમાર શર્માનું સંતૂર, હરીપ્રસાદ ચૌરસિયાની વાંસળી, અને બ્રિજભૂશણ કાબરાના તબલા એક સાથે. એવી સરસ જુગલબંધી જામે કે વાહ…!!

શિવકુમાર શર્માના પુત્ર રાહુલ શર્માને સંતૂર પર સાંભળો, તો પેલી ગુજરાતી કહેવત યાદ આવે, “મોરના ઇંડાને ચીતરવા ના પડે”. જેમણે શિવકુમાર શર્માનું “Music of the Mountains” સાંભળ્યું હોય, એને રાહુલ શર્માના આ પહેલા આલ્બમ “Music of Himalayas”માં એની ઝાંખી જરૂર દેખાય.

Title : Melody Of Kashmir
Ablum : Music of Himalayas

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.