Tag Archives: સોનાલી શેઠ

મને પ્રીત કરવાનો મોકો મળ્યો’તો ~ સૈફ પાલનપુરી ~ સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય ~ સ્વર: સોનાલી શેઠ

રચના: સૈફ પાલનપુરી
સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય
સ્વર: સોનાલી શેઠ

મને પ્રીત કરવાનો મોકો મળ્યો’તો
ને તારાઓ ગણવાની આદત પડી’તી
હતી ધન્ય થોડી પળો જિંદગીમાં
મને ગીત ગાવાની ફુરસત મળી’તી

તમે વાત મારી ભલેને ન માનો
મને પણ છે ક્યાં કઈ હરખ શોક એનો
મને પણ ખબર ક્યાં રહી’તી એ યુગમાં
દિવસ ક્યાં ગયો રાત ક્યારે પડી’તી

***