ઉમટ્યો ગઝલના ગામમાં વાદળ થયા પછી,
જાઉં તો પાછો જાઉં હવે જળ થયા પછી.
એના ભવનમાં ખૂબ ધીરેથી જવાય છે,
આવ્યો મને એ ખ્યાલ ઉતાવળ થયા પછી.
મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
વિહવળતા જીરવી શકું એ બળ મને મળે,
હા, સ્વસ્થ થઇ શકાય છે વિહવળ થયા પછી.
વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
હ્ળવેથી આખા ભાવવિશ્વને જગાડી દીધુ.ખૂબ જ સુન્દર. બન્દિશ્ મળે તો જલસો પડી જાય્.
[…] ‘આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું’, ‘સ્પર્શી શકાય ફૂલને ઝાકળ થયા પછી’ અને ‘મને ભાવની હો તલાશ તો પછી […]
no words to coment it is the words of “SELF REALIZATION” thanks RAIS
પ્રાસ અનુપ્રાસ સુન્દર રીતે લખ્યા છે.
આભાર જયશ્રી
હષદ જાંગલા
એટલાન્ટા
મારી જ સૌ અંધારી ગુફાઓ ને કંદરા,
દેખાવા માંડી ખુદ મને ઝળહળ થયા પછી.
વિસ્તાર પામશે તું સમેટાઇ જો શકે,
તું યુગ બની શકે છે પ્રથમ પળ થયા પછી.
એ બહુ નજીક છે, છતાં જાણું છું હું ‘રઇશ’,
સ્પર્શી શકાય પુષ્પને ઝાકળ થયા પછી.
-સુંદર ગઝલ…પુષ્પની પાંદડી પર પડેલા ઓસબિંદુ જેવી જ તાજી અને મઘમઘિત…
kuch khokar pana hai………vistaar paamse tu sametaai jo sake…….khubaj saras bhaav…….kyaank vaanchelu…….zakad thavani mane che khhoomari…….phool phool par che mari sawari……..kuch pakar khona hai…….