તેડાં – વેણીભાઈ પુરોહિત

મોરલાનાં નોતરાં આવ્યાં
– ઓ મેઘરાજ!
વર્ષાને મોકલો!

આઠ આઠ માસ રહી આભના પિયરમાં,
સાસરિયાં સામું નથી જોયું;
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો!

હોંસભરી વાદળીઓ હીંચતી હુલાસમાં,
ઘૂમે છે વીજ વ્હાલસોયું;
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો!

વનની વનરાઈ ઓલા વાદળિયા દેશમાં,
નજરું નાખે ને કાંઈ જોતી;
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો!

ઝરણાંએ ગીત ખોયાં ડુંગરની કન્દરે,
થાકી એને હું ગોતી ગોતી;
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો!

વાયુને હૈયે સૂર હલકે મલ્હારના,
ઘનઘન પથરાય વીજ-જ્યોતિ!
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો!

સાસરને વાટ એને વ્હાલથી વળાવજો,
જગવગડે વેરશે એ મોતી;
ઓ મેઘરાજ! વર્ષાને મોકલો!

ધરણીનાં નોતરાં આવ્યાં
– ઓ મેઘરાજ!
વર્ષાને મોકલો!

4 replies on “તેડાં – વેણીભાઈ પુરોહિત”

  1. આભાર! આ ગીત અમે મોરબીના સંગીત ક્લાસમાં ખૂબ ગાયું છે. ઘણા વર્ષે એના શબ્દો જડ્યા.

  2. Jayshree Ben, so glad to see your post after such a long time. Hope all is fine with you and yours. My best wishes to you. And thanks again to give me the opportunity to enjoy Gujarati poems and songs and “sahitya”.

    Kiran Bhatt

  3. welcome back, tahuko and Jayshree…

    વરસાદના અમીછાંટણાં સાથે ટહુકોની પુનઃપધરામણી થઈ એનો અદકેરો આનંદ…

    સરસ મજાની રચના….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *