‘વાત તારી ને મારી છે’ મ્યુઝિક આલબમમાંથી પ્રસ્તુતિ – ૪
~ કવિ: આદિલ મન્સૂરી
~ સ્વરકાર અને સ્વર: વિજય ભટ્ટ
~ સંગીત સંકલનઃ અસીમ મહેતા
~ સંગીત નિયોજનઃ આલાપ દેસાઈ
~ નિર્માણ-પ્રસ્તુતિ: આપણું આંગણું બ્લોગ
વાંસળી પડઘાય આખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં
રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે આ તારા નામમાં
ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં
આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં
વીજળી ઝબકી ને વાંદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં
– આદિલ મન્સૂરી
Spotify Link:
https://spoti.fi/3nNPSMe
Apple Music Link:
https://apple.co/3OYuWy2
~ બ્લોગ સંપર્ક: +91 88500 74946
Wahh, વીજળી ઝબકી ને વાંદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં.
ખૂબ જ સુંદર ગીત અને ગાયન. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ
thank you for sharing on Tahuko!