ગાયક : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક
.
વર્ષો પછી તોરણ તૂટેલાં એમણે જોયાં હશે
પત્ર વાંચીને પછી તો ખુબ એ રોયાં હશે
એટલે ફૂલો હવે ઝાઝું અહીં જીવતા નથી
એમણે તો આંગણમાં ઝાકળ વડે ધોયા હશે.
એક પરપોટો લીધો પકડી ઉતાવળમાં અને
લાખ દરિયાં હાથમાંથી એમણે ખોયાં હશે.
એ રડે છે રોજ મધરાતે હવે શાને અહીં
દૂરથી દીવા પરાયા ગામમાં જોયા હશે.
જિંદગી આખી ભલે નફરત કરી મુકેશથી
જોઈ રૂપાળી લાશને એ હવે મોહ્યાં હશે
-મુકેશ માલવણકર
વાહ! “પત્ર વાન્ચી ને પછી એ ખુબ રોયા હશે” ખુબ સરસ .
ઈન્દ્રવદન વ્યાસ શીકાગો.