સ્વર : ઓસમાણ મીર
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીત : અમિત ઠક્કર
.
પ્રેમમાં ખેંચાણ છે, આવી ગઈ શ્રધ્ધા મને,
એ હવે કહેવાને આવે છે કે ભૂલી જા મને.
કૈંક ખામી આપણા આ પ્રેમનાં બંધનમાં છે,
છૂટવા માટે હજી દેખાય છે રસ્તા મને.
હું તને જોતે તો દુનિયાને પછી જોતે નહિ,
તું મને જોતે તો જોતી થઈ જતે દુનિયા મને.
થાય ટીકા આપની એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપની તો થાય છે ઈર્ષા મને.
હાથમાં આવી ગયું’તું એમનું આખું જીવન,
હું હતો ગાફિલ, નહીં દેખાયા એ મોકા મને.
આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’,
ધીમે ધીમે એ કરી દેવાના બેપરવા મને.
– મરીઝ
ગઝલ માં ખેંચાણ છે..
આવી ગઈ શ્રદ્ધા મને..
ગઝલ માં ખેંચાણ છે…..
આવી ગઈ… શ્રદ્ધા.. મને…