ફરી ન છૂટવાનું બળ -જવાહર બક્ષી

સ્વર: આશિત દેસાઈ
સંગીતઃ આશિત દેસાઈ
આલ્બમ: ગઝલ રુહાની

.

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ,
પ્રસંગ નહીં તો મિલન ના જતા કરે કોઈ.

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે,
તમારી પણ કદી એવી દશા કરે કોઈ.

ક્યાં એની પાસ જવાની થતી નથી ઇચ્છા,
મને ફરીથી જવાની મના કરે કોઈ.

ફના ગુનાહ કર્યા તો કર્યા છે મેં તારા,
મને આ માન્ય નથી કે સજા કરે કોઈ.
– જવાહર બક્ષી

3 replies on “ફરી ન છૂટવાનું બળ -જવાહર બક્ષી”

  1. મિ લ ન …હો કે જુ દઆ ઇ…
    આવયા..ક્રરે…ઈ…
    ત મે ચા હો કે ના ચા હો..

    પો તા નુ….લા ગ્યઆ ક રે કો ઇ..

    ન્ રેન્દ્ર સો નિ

Leave a Reply to Krishna patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *