પીઠી ચોળાવી
બેઠાં છે ડેફોડિલ્સ
ઘાસમંડપે
*
પરોઢે કરે
ઝાકળસ્નાતાં પુષ્પો –
સૂર્યસ્વાગત
*
ટહુકો રેલ્યો
કોયલે, ગુંજી ઊઠ્યું
આખ્ખું કાનન
*
આવા કેટલાંયે સત્તર અક્ષરમાં પોતાની અનુભૂતીનું અત્તર નાંખીને કવયિત્રી લાવ્યા છે એમનો નવો હાઈકુસંગ્રહ ‘અત્તર-અક્ષર’, જે જાન્યુઆરીની 25મી પ્રકાશિત થયો હતો. આ સંગ્રહને એમણે આ પ્રકારનાં કુલ 206 હાઈકુથી શણગાર્યો છે. એમાનાં થોડા હાઈકુ તમે એમની વેબસાઈટ પર પણ માણી શકો છો. કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ…
excellent haikus ….
બહુ સરસ….
Excellent haiku & the picture is perfect too.
ખરેખર મહેંકતા હાઈકુ છે…
વાહ… ત્રણેય હાઈકુ સરસ છે… કાનન શબ્દ તો કેટલા વરસે કાને પડ્યો !!