ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી

બીજી એપ્રિલે ટહુકો પર મુકેલી – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અમર રચના – આજે ફરી એકવાર… થોડી વધુ માહિતી – થોડી વધુ Hyperlinks – અને થોડા વધુ સ્વર-સંગીત સાથે..!

અને હા.. આજે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ..  (August 28,1896 – March 9,1947) એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ રચના.. અને એના વિષે થોડી વાતો…!!!

આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 9 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.

*આ લેખ JPG ફોર્મેટમાં અહીં પણ જોઈ શકો છો !

(અને આ માહિતી માટે ઊર્મિનો ખાસ આભાર..)

સંગીત : મેહુલ સુરતી
સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા
ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી


————-

Posted on April 2, 2010

ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
– દુલા કાગ

(શ્રી દુલા કાગના આ શબ્દો ટાઇપ કરીને એમની સાઇટ પર મુકવા માટે ગોપાલકાકા નો આભાર…)

(ચૌદ વરસની ચારણ કન્યા….Photo : અરવિંદભાઇ જોષી)

સ્વર – હરિદાન ગઢવી

.

(લક્ષમણભાઇ ગઢવી – પીંગળશીભાઇ ગઢવીના સુપુત્ર તરફથી – ઝવેરચંદમેઘાણી.કોમ માટે એમણે આપેલ નીચેના બંને રેકોર્ડિંગ માટે મારા અને ટહુકોના સર્વ વાચક-શ્રોતાઓ તરફથી લક્ષમણભાઇ ગઢવીનો ખૂબ ખૂબ આભાર.., અને ઝવેરચંદમેઘાણી.કોમ જેવી વેબસાઇટ બનાવી ગુજરાતીઓમાં એની લ્હાણી કરનાર પીનાકીભાઇ મેઘાણીનો પણ ખાસ આભાર….)

બાલકૃષ્ણ દવેના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા

.

પિંગળશી ગઢવીના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા

.

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

બાલકૃષ્ણ દવે અને પિંગળશી ગઢવીના અવાજમાં Mp3 માટે આભાર – ઝવેરચંદમેઘાણી.કોમ

89 replies on “ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી”

  1. અમે નસીબદાર છીએ કે અમને અમારા અભ્યાસક્રમમાં આ કવિતાનો અમુલ્ય લાભ મળેલ હતો (સાહીત્ય સોપાન)

  2. આવનારી પેઢીઓ માટે ખૂબ જ દુઃખ ની વાત કહેવાય કે ઝવેરચંદ મેઘાણીની આ અમૂલ્ય પ્રસ્તુતિ ” ચારણ કન્યા” થી આવનારી પેઢી વંચિત રહેશે

    લગભગ ઈ.સ.2019 માં આ કવિતા ને ગુજરાતી ના પાઠ્યપુસ્તક માંથી કાઢી નાખવામાં આવી.

    આજ કાલ ના ઘણા બાળકો ને ઝવેરચંદ મેઘાણી , કવિ શ્રી કાગબાપુ કોણ હતા તેની ખબર જ નથી જે ખૂબ જ દુઃખ ની વાત કહેવાય

    આપણી સંસ્કૃતિ મોટા શહેરો માં થી વીસરી રહી છે

  3. બાળકોમા શૌર્ય પેદા કરતુ કાવ્ય હતુ જે હાલ નથી એનો ખુબજ અફ્સોસ છે

  4. જ્યારે હું નવો નવો શિક્ષક માં ૨૦૧૯ માં જોડાયો શાળા માં પ્રાથના સભા માં કાવ્ય ગયાં થતું એટલે મે સાથી શિક્ષક મિત્રો ને પૂછ્યું ચરણ કન્યા ક્યાં ધોરણ માં આવે છે તો અત્યાર મને જવાબ ના મળેલી કદાચ અત્યાર ના પ્રાથમિક શિક્ષણ ના અભ્યાક્રમ માં નથી જે વાત નો ખુબ અફોસ છે અને ધોરણ ૩ માં અભ્યાસ કરતા ત્યાર થી ચરણ કન્યા બધા બાળકો કંઠસ્થ કરવા લાગ્યા એટલું ઉત્સાહ હોવો આ કાવ્યની ખબર નહિ કેમ અત્યાર માં અભ્યાસક્રમ માં આ કાવ્ય નો સમાવેશ નથી આ ઉપ્રં વા વા વંટોળિયા કાવ્ય નું ઓન ખુબ ગયાં કરતા

    • હવે ચાલે છે હરીદાન ગઢવીના અવાજમાં મુકેલા ગીતની ઓડિયો. ફરીથી એક વાર પ્રયત્ન કરશો. આભાર

  5. Bov sars kavita che je me 2001 MA modhe kareli ane haji puri yad che. Aa kavita gavano lahvo J kaik alag che.

  6. બહુ. જ સરસ કવિતા છે.. શૂરાતન ચડાવી દે એવી..

    આ કવિતા પર મે એક સરસ વિડિયો બનાવેલો છે..
    મારી ઈચ્છા છે બધા આ વિડિયો એક વાર અચૂક જુવે.. બધાય ને બવ. જ ગમશે. આ વીડિયો અત્યાર સુધી..૨૫૦૦૦ લોકો એ જોયો છે..
    જે તમે આ લિંક પર ક્લિક કરી અથવા કોપી કરી યુટ્યુબ પર જોય શકશો
    https://youtu.be/kC3yT35gVFs

  7. ભાઈ ભાઈ મોજ આવી ગાઈ હો……જોરદાર કાવ્ય છે….
    Zaverchand Meghani Most Popular Gazal,

  8. Varso pehla VCD na zamana ma Balkrushnabhai Dave e gayelu Charan kanya Chando Ugyo Chowk ma sambhalyu hatu. Eno video je koini pase hoy to mokalva vinanti

  9. Zaverchand Medhani…,
    Khare khar kalpna nathi thati ke aava
    Virla ‘O’ na hisabej aapni Sanskruti
    Sachavay chhe. Ne have aapni Faraj chhe ke
    Aagad aa Sanskruti ne Kem jadavvi ne aagad
    Vadharvi…
    Sat Sat Vandan…
    Ashok Shah
    Bharuch

  10. ભાઇ…ભાઇ…વરસો પહેલાની મારી ગામઠી શાલાની યાદો જીવંત થઈ ઉઠી…

  11. સાવજ ગર્જે કાવ્ય પ્રેમીઓ ને ફક્ત એક સવાલ કે શ્રી ઝવેરચન્દ મેઘાણી ના આ કાવ્ય મા જે ચારણ કન્યા નુ વર્ણન કરવામા આવ્યુ છે તે ચારણ કન્યા નુ ખરેખર નામ શુ હતુ?

  12. બહુ સરસ ,,
    જ્યારે પણ વાચુ છુ ,બહુ જ આનન્દ આવે છે …

  13. આજે એક શિક્ષક તરીકે આપણાજ ગુજરાતી બાળકો માટે ઘણો અફસોસ થાય ….કે આ આનંદ તેઓ મેલ્વીજ નથી શક્યા
    આ કવિતા જયારે વર્ગ માં સમૂહ માં ગવાતી ત્યારે જે જોમ જુસ્સો અને ઉત્સાહ રહેતો ….. આ મીડીયમ ઈગ્લીશ માં ભણનારા બાળકો
    તેનાથી વંચિત રહ્યા તે વાસ્તવિકતા છે…..

    મેઘાણીસાહેબ ને કોટી કોટી વંદન…….ગર્વ છે કે મારો જન્મ ગુજરાત માં થયો

  14. આજે એક શિક્ષક તરીકે આપણાજ ગુજરાતી બાળકો માટે ઘણો અફસોસ થાય ….કે આ આનંદ તેઓ મેલ્વીજ નથી શક્યા
    આ કવિતા જયારે વર્ગ માં સમૂહ માં ગવાતી ત્યારે જે જોમ જુસ્સો અને ઉત્સાહ રહેતો ….. આ મીડીયમ ઈગ્લીશ માં ભણનારા બાળકો
    તેનાથી વંચિત રહ્યા તે વાસ્તવિકતા છે…..

    મેઘાણીસાહેબ ને કોટી કોટી વંદન…….ગર્વ છે કે મારો જન્મ ગુજરાત માં થયો…….

  15. ચરણ કન્યા સાથે મને નાનપણથી લગાવ છે.યોગ એવો આવ્યો કે બોરીવલી માં શિવરાત્રીનાં એક કાર્યક્રમમાં હું બલ્ક્રીશના દવે પ્રફુલ્લ દવે મીનાબેન વાવેરે સાથે હતા.એ વેલા આ ચારણ કન્યા મેં સાંભળેલી. મને ખુબ ગમતા મેં પણ મારા કાર્યક્રમ આ રચના શરુ કરી. આજે લંડન અમેરિકા હું જાઉં છું ત્યારે lઓકો સામેથી આ રચનાને જ્યારે દાદ આપે છે ત્યારે મને મેઘાણી સામે બેઠા હોય તેવો ભાષ થાય છે.

  16. ધોરણ ૪ મન ભણતો ત્યારે આ કવિતા આવતી. બાલ્ક્રુષણ દવે શાળા માં આવી આ કવિતા સંભળાવેલી, ત્યાર બાદ તેમના કાર્યક્રમો ડાયરામાં પણ સાંભળેલી.
    આજે આના પર સાંભળી મજા આવી ગઈ. આ કવિતા ઝવેરચંદ મેઘાણી એ ક્યાં અને કેવી રીતે લખી તેનો આખો પ્રસંગ છે.

  17. વર્ષો પછી આ ગીત સાંભળીને વર્ષો પહેલા અમારા દ્વારા થયેલો આનંદ નો અત્યાચાર અને અમારા ઉપર થયેલો પાબંદી નો અત્યાચાર તાદ્રશ્ય નજર સમક્ષ ઉભો થઇ ગયો .

  18. આ કાવ્ય હું ધોરણ ૪ માં ભણેલો. એકાદ બે વાર બાલ કૃષ્ણ ભાઈ દવે ના અવાજ માં સંભાળવા મળેલું.
    વારંવાર સંભાળવું ગમે તેવું આ ગીત છે.
    હું આચાર્ય છું. શિક્ષકોની સભા માં પણ કવિતા બાળકોને કેમ શીખવવી, કેવી રીતે ગાવી તેની પણ સમજ આપું છું.
    બાળકોને અને શિક્ષકોને પણ મજા આવે છે.

  19. WAH WAH…….. MAUJ PADI GAI. KRUTI TO LAJAWAB CHHE J PAN HEMU GADHAVI NE VRUND NI RAJUAT PAN JORDAR. ABHINANDAN….

  20. આ કાવ્ય એ તો મારું જીવન બદલાવ્યું હતું,એટલો બધો અત્મ્વીશ્વશ ચાલકે છે આ કાવ્યમાં,તમે બહુ સારું કર્યું આ કાવ્ય ને અહી મુકે ને.

  21. આ અદભુત રચનાખુબ સરસ રીતે ગવાયેલી છે.ગીર ની કન્યા નું શૌર્ય તો ઉજાગર થાય છે

  22. અરે બાળપણનુ સુરેીલુ સમ્ભારણુ ફરેી તાજુ થઈ ગયુ……….
    4th મા આ કાવ્ય ગાવાનેી એટલેી તો મજા આવતેી કે ૨૪ કલાક બસ એ જ રટણ ચાલ્યા કરતુ, આજે ફરેી એ જ ધુનમા ખોવાઈ જવુ ચે…

  23. આ અદભુત રચના ઉપેન્દ્ર ત્રિવેદી ના સ્વર માં પણ ખુબ સરસ રીતે ગવાયેલી છે. રેકોર્ડીંગ મેળવીને અપલોડ કરવા પ્રયત્ન કરીશ.
    ગીર ની કન્યા નું શૌર્ય તો ઉજાગર થાય છે જ આ ગીત માં પણ અમે પાંચમાં ધોરણ ના ક્લાસ માં સમૂહ માં આ ગીત તું પઠન કરતા એટલા તાન માં આવી જતા તો આખા સમૂહ નો ઉદ્દાત સ્વર છેક દૂર સુધી સંભળાતા અને અન્ય વર્ગ ના વિદ્યાર્થીઓ પણ તાન માં આવી જતા !! છેવટે અમારા ઇતિહાસ અને ગણિત ના શિક્ષકે પ્રિન્સીપાલ ને ફરિયાદ કરી આ ગીત નું સમૂહ પઠન બંધ કરાવ્યું હતું. અમને અને અમારા ગુજરાતી ના શિક્ષક ને અમારો મોટો ગરાસ લુટાઈ ગયો હોય તેવી લાગણી થઇ હૈ. !!
    વર્ષો પછી આ ગીત સાંભળીને વર્ષો પહેલા અમારા દ્વારા થયેલો આનંદ નો અત્યાચાર અને અમારા ઉપર થયેલો પાબંદી નો અત્યાચાર તાદ્રશ્ય નજર સમક્ષ ઉભો થઇ ગયો !!!

    આભાર ટહુકે ટીમ ને !! ગીત-સંગીત ને સીચીને ગાયકો-લેખકો કવિઓ ની કૃતિઓ અને માણનાર ની કૃતિઓ સાથે જોડાયેલી યાદો ને લીલી છમ અને તાજીમાજી રાખવાની જહેમત લેવા બદલ.

  24. સોરથ નિ વત કદિક જોવ મલે તો જિન્દગિ મા અનદ આવિ જાય્.

    • ધન્ય છે બાપ ધન્ય આ કન્યાને જે ને આખું ગુજરાત નહિ પણ બીજા રાજ્યમાં પણ નામ મોટું કરીદીધું છે

      • ચારણ કન્યા ખુબ જ સરસ કવિતા છે ઝવેરચંદ મેઘાણી

        • હું ધોરણ ત્રણમાં ભણું ત્યારે આ કવિતા મે મોઢે સ્ટેજ ઉપર બોલેલી અને મને ઇનામ મળેલુ સ્કુલ તરફથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *