ગુજરાતમાં કન્યાવિદાય વખતે કદાચ સૌથી વધુ ગવાયેલું આ ગીત… ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ – હજુ સુધી ટહુકો પર ન હતુ એના બે કારણ, અને આમ જોવા જઇએ તો બંને કારણો થોડા વિરોધાભાસી છે.
‘દીકરી – પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી – લગ્ન પછી પારકી? કદાચ જે સમયે આ ગીત બન્યું એ વખતે (અને કદાચ આજે પણ?) સમાજમાં એ માન્યતા પ્રચલિત હશે.
બીજું કારણ – ભલે હું આ ગીતની પ્રથમ પંક્તિ સાથે પોતાને relate નથી કરી શકતી, છતાં પણ આ ગીત વાગતું હોય તો એ પુરુ થાય એ પહેલા આંખો ભીંજાય જાય છે. આજ સુધી એ હિંમત નથી આવી કે લાગણીશીલ થયા વગર આ ગીત સાંભળી શકું.
સ્વર : લતા મંગેશકર
.
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
ઍક બીજુ ગીત ધીરે રૅ છેડો રે ઢૉલી ઢૉલકા, આ મંગલ ટાણા ની મહૅન્દી રૅ પીસતા પીસતા પાન પીસાઈ ગયુ.
પ્લીઝ ઍ ગીત મુકવા વિનંતી.
ખૂબ જ લાગણીભર્યુ કરૂણ ગીત ! આંખોમાં આંસુ આવી ગયાં. લતાજીનો કંઠ લાજવાબ છે. આભાર.
દીકરી તો મા-બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી.,ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે , નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે.
કન્યાવિદાય્ નુ ભાવવાહેી ગેીત્.
દિકરેીનુ સ્થાન હમેશા માતાપિતાના ર્હ્દય્ મા હમેશ સાથે હોય.
Now a days in UK, DIKRA sasre jay che, and daughters look after the parents.
જયશ્રિબેન્
કન્યા વિદાય નુ આ ગિત દિલ ને હલ્વુ કરિ જાય
.
જિવરાજ કરશન ગડા
.
સામખિઆરિ –
મારી સમજ – દીકરી મારી કયમિ કાયમિ થાપને છે.
્જ્યશ્રિબેન આ ગિત મે કેટ્લિય વાર સ્ભળેલ છે.ગિતતો સર્સ છેજ પ્ણ, દિક્રિ ને ગાય દોરો ત્યા જાય એ સાથે હુ સમ્ત ન્થિ.મારે ચાર બેનો છે અને ચાર દિક્રિઓ પ્ણ છે મારુ એ સ્દ્ભગ્ય છેકે આ બેન દિક્રિઓને પ્ર્ણાવિ સાસરે વળાવિ દરેક પ્સ્ગે મે તેમ્નિ સ્મ્તિથિજ કાર્ય કરિયુ તેમ્ને ગાય નિ જેમ દોરિ ન્હોતિ કેમ્કે જિવ્ન તેમ્નેજ જિવ્વાનુ હોછે અને જો આપ્ણે એમ ચ્હિયે કે તેનિ વેણિના ફુલ ક્ર્માય નો, તો તેનિ સ્મ્ન્તિ હોવિ જ્રુરિછે.આજે હુ ૭૫ વર્સ નો છુ અને મારિ ૪બેનો અને ૪ દિક્રિઓ પોતાના ઘરે સુખિ છે એ મારા માટે સ્ન્તોસ નિ વાત છે.હુ એટ્લુજ ક હિશ કે દિક્રિને ગાય નિ જેમ દોરવિ જોયે નહિ પ્ણ તેનિ સ્મ્ન્તિથિજ કરવુ જોયે બિજિ વાત દહેજ ના દુશ્ણ નિ છે હવે આમાથિ પણ બ હાર આવ્વુ જોયે. એ ક્યાનો નિયાય છેકે આટ્લો દેજ દેવોજ જોયે?હવે એ દિવ્સો ગ્યા.પોત્તાનિ ય્થા શ્ક્તિ મુજ્બ્જ દેહેજ દેવો જોયે.
દીકરી ક્યારેય પારકી નથી હોતી… આજ ના જમાના મા તો બીલકુલ નહીં, બલ્કે આજના જમાનામાં તો દીકરા કરતાં દીકરીજ માબાપનું વધારે ધ્યાન રાખે છે અને એટલેજ દીકરી ક્યારેય પારકી નથી થતી. દીકરીના મનમાં તો માબાપ વસેલા જ હોય છે પણ માબાપના દિલમાં તો હમેંશા દીકરી વસેલી જ રહે છે, દીકરી માટે તો માત્ર ઘર બદલાય છે.
મારિ દિકરિ હજુ દસ વરસ નિજ ચ પન એનિ વિદાય વિશે વિચારિ કલેજુ કમ્પિ જાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આ ગિત બહુ જ ગમે ચ્હે દિક્રરિ તો દિક્રરિ જ ચ્હે તેનિ તોલે કોઇ ન આવે.દુર રહિને પન માબાપનિ ચિન્તાકર્તિ હોય ચ્હે.
દિક્રિરિ તો હોવિ જ જોઇએ
દીકરી ક્યારેય પારકી નથિ હોતી… આજ ના જમાના મા તો બીલકુલ નહિ…. જુના જુના કોન્સૅપ્ટ ને યાદ કરી રડવા નૂ રહૅવા દૉ પ્લીઝ…. દીકરી ઍ દીકરી ઍ દીકરી છે ઍટલૂ કહેવુ જ પૂરતૂ છે.
“દીકરી તુ શાનૅ સાપ નૉ ભારૉ… તુ તૉ મારો તુલસી નો ક્યારો….”
very good song i love my baby yashvi thaks r
.
* Very Good Song
.
*Thanks for Sharing
.
* shilpa Prem Gada / Shah
.
*Samkhiyali Kutch – Vagad
.
* ghatkopar – Mumbai
.દીકરી પારકી થાપણ નથી …
. દીકરી સાપનો ભારો નથી…
. દીકરી કંઈ ગરીબડી ગાય નથી…
-બોલવામાં સરસ લાગે છે પણ ખરેખરા અર્થમાં આપણે કેટલા સુધર્યા છીએ?
માનું છું કે સમાજના ઘણાખરા ભાગમાં સ્ત્રીઓની ભણતર-ઘડતર અને કદાચ સર્વાંગી ધોરણે ઉન્નતિ થઈ હશે પણ આખા ભારતીય સમાજની સ્ત્રીઓના કેટલા ટકા?
.
સ્ત્રી ભ્રૂણહત્યા, દહેજ, સ્ત્રી શોષણ કે પતિ દ્વારા થતા બળાત્કાર અને કાયમ માટે ‘સેકન્ડ પોઝીશન’ – આમાંથી કશાયમાં સુધારો કરી શક્યા છીએ ખરા આપણે?
.
જે જમાનામાં આ ગીત લખાયું હતું એ જમાનામાં તો એ સાંગોપાંગ પ્રસ્તુત હતું જ, આજે ય આ ગીત એટલું જ પ્રસ્તુત છે અને સો વર્ષ પછી પણ આટલું જ પ્રસ્તુત રહેશે…
.
આ કડીઓ આપણને કઠે છે છતાં આપણી આંખો ભીની થયા વિના રહેતી નથી એ જ વાત પુરવાર કરે છે કે આવાત કડવું સત્ય જ છે… ખોટી વાત કદી ભાવનાના આંસુ ન આણે….
.
.દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
.મારો તુલસીક્યારો,
.મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
.દીકરીઓ ખૂબ જ સુખી થાઓ !
.તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
.
* નેણશી લધાભાઈ શાહ
* ભચાઉ – ક છ
.
* વિલેપાર્લે – મુમ્બઈ
this Gujarati song seems a touchy one that goes through the heart, particularly when the VIDAY PRANG is on-going…
*
* જયશ્રીબેન આપની સાથે સહમત છુ. દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી
* મારી દીકરી ” દિપ્તી ” બહુજ દુર અમેરિકા રહે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
* આ ગીત રોજ સાભળવુ ગમે છે.
.
* સુશિલા પ્રવિણ શાહ
* મનફરા – ક છ – વાગડ
.
* વિલેપારલે – મુમ્બઈ
.
* તમે સાચુ જ કહ્યુ કે આ ગીત્ કોઇ પણ મા કે દિકરી સાભંળે તો આખ મા થી આસુ આવી જ જાય્….
. મને પણ મારી દીદી ની વિદાય યાદ આવી ગયી…
.
* Nice song, Thank you very much.
* Gujarati language is great.
* Best Regards,
.
* દિપેન છગનલાલ માલશી છઆડવા
* ભચઊ ક છ – વાગડ
*
* MERYLAND ( U.S.A.)
.
*
* દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
* મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
* દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
* તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
* મારી દિકરી સાસરે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
. આ ગીત રોજ સાભળવુ ગમે છે.
*
*
* છગનલાલ માલશી છઆડવા
* ભચઊ ક છ – વાગડ
*
** MERYLAND ( U.S.A.)
.
*
* જયશ્રીબેન આપની સાથે સહમત છુ. દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી
. મારી દિકરી સાસરે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
. આ ગીત રોજ સાભળવુ ગમે છે.
*
* Laxmi Chhaganlal Chhadva
* Bhachhau – kutch
.
* MARYLAND – (U.S.A.)
જેમ્નેતિયા વ્રરાવિ હોઇ તે આ ગિત નો મહિમા સ્મ્જે ને વહુ ને દિક્રરિ તરિકે રખે તો સન્તિ
#
*Maniben Rayshi Gada – Shah
*
* દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.
.
. મારી દીકરીઓજ મારો તુલસીક્યારો,
.
* મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
.
* દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
.
* તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
.
* લિ. વિશાબેન વેલજી ગડા – શાહ
* સામખિયાલી ક છ – વાગડ
.
* વિલેપાર્લે – મુમ્બઈ
#
*Maniben Rayshi Gada – Shah
*
* દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.
.
. મારી દીકરીઓજ મારો તુલસીક્યારો,
.
* મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
.
* દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
.
* તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
.
* લિ. મણીબેન રાયશી ગડા-શાહ
* સામખિયાલી ક છ – વાગડ
.
* વિલેપાર્લે – મુમ્બઈ
*
* જયશ્રીબેન આપની સાથે સહમત છુ. દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી
. મારી ત્રણૅ દિકરીઓ સાસરે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
. આ ગીત રોજ સાભળવુ ગમે છે.
*
* વિશાબેન વેલજી ગડા
* સામખિયાલી ક છ – વાગડ
.
* વિલેપારલે – મુમ્બઈ
*
* દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
. મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
. મારી દીકરી પ્રિયંકા હજુ બહુજ નાની છે. પંરતુ હમણાથીજ તેને વિદાયની કોઇ વાત કરે ત્યારે આંખ ભીની થઇ જાય છે.
. દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
. તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !.
. આ ગીત રોજ સાભળવુ ગમે છે.
.
* પુશ્પા પ્રવિણ ગડા
.
* વિલેપાર્લે – મુમ્બઈ
.
* જયશ્રીબેન આપની સાથે સહમત છુ. દિકરીઓ ક્યારેય મનથી દુર નથી હોતી
. મારી ત્રણૅ દિકરીઓ સાસરે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
. આ ગીત રોજ સાભળવુ ગમે છે.
*
* મણીબેન રાયશી ગડા – શાહ
.
* વિલેપારલે – મુમ્બઈ
*
* દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
* મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
* દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
* તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
*
* વિસાબેન વેલજી ગડા – શાહ
*
* વિલેપાર્લે – મુમ્બઈ
હુ આ શથે સમત નથિ મરે બે દિક્રિ ચે પન મે તેવુ માનુયુ નથિ ,જે ને તિય મોક્લિએ તે આ મને તોજ આ ગિત બર બર નહિ તો નકમુ
*
* જયશ્રીબેન આપની સાથે સહમત છુ. દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી
. મારી દિકરી સાસરે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
. આ ગીત રોજ સાભળવુ ગમે છે.
*
* VARSHA NEMCHAND GADA/SHAH
* વિલેપારલે – મુમ્બઈ
*
* દીકરી તો પારકી થાપણ કહેવાય …..
* આ ગીત ખુબ જ ગમ્યુ ….
*
* હરિલાલ ભીમશી ગડા/
* મલાડ – મુમ્બઇ
*
*
* જયશ્રીબેન આપની સાથે સહમત છુ. દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી
. મારી ત્રણૅ દિકરીઓ સાસરે છે. છતા પણ સદાય મારા દિલ મા જ વસેલી હોય છે.
. આ ગીત રોજ સાભળવુ ગમે છે.
*
* રંજન પ્રવિણ ગાલા
* વિલેપારલે – મુમ્બઈ
dikari kevi rite parki thapn kehvay……………..aa samaj ni kevi rit je ma baap dikri ne uchere ena ma sanskar nu sinchan kare e j dikari e emne chodi bija ghar ejavanu and e j ma baap dikari ne shikhaman ape ke have to taru ghar taru sasru…..pan shu sasra nu ghar dikari nu hoy che? dikri jem potana ghare rehti hoy em sasre rahi shake che khari…….ane etle j dikari ne ma baap mate vadhare lagani rehti hashe kem ke dikari jane che ke ene eni jindgi ma shu gumavyu che……….. I love my parents and family…………….. miss you dad, mom, didi and brother
*
દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ.
દીકરીઓ ખૂબ જ સુખી થાઓ!
તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
*
પ્રવિણ હરધોર ગાલા
વિલેપાર્લે – મુમ્બઈ
હુ કોઇ દિવસ વિદાય જોઇ શકતિ નથિ અને લતાજિના સ્વર આન્ખો ભિન્જ્વ્યા વિના ન રહેવા દે.મારા પપ્પાનિ યાદ આવિ જેમને મને મારા વિદાય મા મને રદાવિ નથિ સિદ્ધિ હાથ પકદિ અને કારમા બેસાદિ દિદ્ધિ. સ્વર્ગસ્થ પપ્પાનિ યાદ રદાવિ ગયિ.
અરે વાહ શુ વાત ચ્હે
તમ્ને ખુબ ખુબ અભિનદન્
શુ લખુ આ ગેીત વિશે