ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ

મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા.  આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?………  અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને…  🙂

આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે.  હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.

સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…

110 replies on “ગુજરાતી સાહિત્ય અને સંગીતના સંવર્ધન માટે ટહુકો.કોમને એવોર્ડ”

  1. Way to go Jayshree and Amit!Your site brings joy and a sense of deja-vu to all lovers of gujrati prose and poetry -it’s great to have a heart beating for our language in the US.Can’t say the same,here in India,though.Keep up the good work and try to institutionalize it- its too precious to stop anytime. Cheers..:-)

  2. ટહુકો.કોમ ને મારા તરફથી અઢળક શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન…….

  3. Congratulations to you and Amit for a well deserved recognition.
    Keep up the good work.
    Vijay Bhatt ( Los Angeles)

  4. ખુબ ખુબ અભિનદન તમે જ ગુજરાતી સાહિત્ય માટે કરો છો તેના માટે તો તમોને મળે એટલા અવોર્ડ ઓછા છે………….
    અપની માતૃભાષાની સેવા ની અમરજ્યોત તમારા હાથે સતત જલતી રહે તેવી મનોકામના

  5. Dear Jayshreeben, Amitbhai and your team,
    Salute to you for your selfless work for the heritage of Gujarati literature and Sugam Sangeet.As a lover of literature and music, I have always recomonded my friends and family members to log on ‘TAHUKO’ every morning to listen to our great heritage of music. Hearty congratulation for receiving the valuable award.

  6. ખુબ ખુબ અભિનંદન જયશ્રિબહેન
    આપણી માત્રુભાષા માટૅ ત અમે ખુબ ઉત્તમ કામ કરી રહ્યા છો.
    આ સાથે એક વિનંતિ છે.ભવાઇ નો સંગ્રહ મળૅ તો સાંભળવાની ઘણી ઇચ્છાછે.
    કૃતિ-મેહુલ વેલિન્ગટન ન્યુઝિલેન્ડ.

  7. જયશ્રિ,અમિત્
    ખુબ ખુબ અભિનન્દન અને શુભેછા

    મહેન્દ્ર-મીરા

  8. જયશ્રીબેન

    નમસ્કાર!

    તમને અને તમારી ટીમને મળેલી આવી અદભુત સિધ્ધિ બદલ સાચેજ દિલથી અભિનંદન. તમને મળેલું આ સન્માન આપ સૌને મુબારક હો. અને આવા અને આથી વિશેષ એવોર્ડ અવિરત મળે તેવીજ અભિલાષા. આપ આ દ્વારા સાહિત્યજગત અને સાહિત્યકારોને અમારા જેવા વાંચકોના દિલની ખુબજ નજીક લાવો છો. બસ રોજ સવાર પડે અને ઉત્કંઠા જાગે કે આજે નવું હ્દયસ્પર્શી શું સાંભળવા મળશે. બસ ઉતરોતર પ્રગતિના પંથે આગળ વધો તેવીજ મનોકામના.

  9. ખુબ ખુબ અભિનન્દન્ ગુજરાતી ભાષા ની જાળવ્ણી મા આપ
    મયુરપ્ણ્ખ સ્મા .

  10. શિકાગો આર્ટ સર્કલ્ ઍ કરેલ સ્ન્માન લાખેણુ ચ્હે.

  11. ખુબ ખુબ અભીનન્દન.
    તમે જે કાર્ય કરી રહ્યા છો તે માટે જેટલા એવોર્ડ મળે તેટલા ઓછા છે.

  12. Dear Jayshreeben and amitbhai,
    pl.accept out heartiest congratulation on Wining the Award for doing outstanding service towards GUJARATI LITRETUARE AND keep live the gujarati sanskar by posting gujarati sugam sangeet for the knowledge of young generation who can verywell know the strength of gujarati language.
    ones again CONGRATULATION.

    pankaj and vibha danak Atlantic city, Newjersey.

  13. શ્રી જયશ્રીબેન, ખુબ ખુબ અભિનદન અને ભવિષ્ય માટે અનેક શુભકામનાઓ…….ગુજરાતી સાહિત્યની અને સંગીતની સેવા અવિરત પ્રભુ આપની પાસે કરાવ્યા કરે એ માટે પ્રભુપ્રાર્થના……..

  14. આ બ્લોગ ઉપર કાયમ સુંદર મઝાની સાહિત્યની સરવાણી માણીને હું ખુબ જ આનંદ અનુભવતો હતો.. આજે આ સમાચાર જાણી પરમ આનંદ અનુભવ્યો…
    ટહુકો ટીમને હાર્દીક અભીનંદન…..

  15. Yes Indeed, Congratulations .. very well deserved .. all hard work, passion, and persistency always gets recognized eventually!

  16. WELL DESERVED AWARD.
    CONGRATULATIONS AND BEST WISHES FOR MORE AWARDS AND RECOGNITION FROM ALL OVER THE WORLD.

  17. જયશ્રેીબેન્ઃ સાહિત્યિક ઘોંઘાટમાં “ટહુકો” ઘણો કર્ણપ્રિય થઈ રહે છે. અભિન<દન.

  18. બહુ બહુ અભિનંદન્
    ટહુકાએ બ્લોગ જગતને નિખાર્યુ..

  19. ખુબ અભિનંદન અને શુભેચ્છા! ખુબ સુન્દર કાર્યક્રમ મેઁ પણ માણ્યો હતો.

  20. congratulations and celebrations.some more melodeous songs are celebration for us from u.congrats again.u deserve it.

  21. ખુબ ખુબ અભિનંદન…સૌ સાહિત્યરસિકો માટે આ આનંદના સમાચાર છે..

  22. હાર્દિક અભિન્ંદન!

    રોજ સવારે ઉગતા સુરજની જેમ ગુજરાતિ ભાષાના કાવ્યના શબ્દો અને સુર દરરોજ નિયમિત ” ટહુકો ” રૂપે અમારા ઘ્રરમા પ્રવેશે છે એ માટે ની તમારી મહેનત ને દાદ આપવી જ રહી…..

    Once again congratulations to the entire team of TAHUKO.

  23. Once again Heartiest Congratulation to you and the Tahuko team for well deserved recognition. My wife and I were delighted to meet you this week end after following you on Tahuko for long time.

  24. Hearty Congratulations and All the very best to Jayashree & Amit. I also compliment Chicago Art Circle, for this wonderful gesture.

  25. જયશ્રિબેન, અતુલ સુવિધા કોલોનિ પણ તમને ફોલો કરે છે. તમે પણ સુવિધા ભૂલ્યા નથી. બરાબને ? સન્ત કબિર ભજનની પ્રસ્તાવનામાં તમે અતુલ યાદ કર્યું હતું.
    ગયા મહીને દાદીમાના નુસખા કરીને મેઈલ આવ્યો. સાથે ટહુકો ની લીંક હતી. મેં જયેશભાઈ ત્રિવેદીને કહ્યું – મઝાની સાઈટ છે. તેમણે તરત કહ્યું : આ તો જયશ્રીની સાઈટ – સુવિધામાં ભક્તા સાહેબ રહેતા હતા તેમની દીકરી.
    પછી તો દરરોજ ગીતો માણીએ. આજે ઘણો આનંદ થયો. અમારા બધાના ખુબ અભિનંદન અને શુભેચ્છા …….. યાત્રા હજો તવ ઉર્ધ્વગામી ………….
    જયશ્રીબેન અમે ૧૯૯૨ માં ૫૬ સુવિધામાં આવ્યા. પ્રકાશભાઈ અને કામીનીબેન ના પાડોશી. હાલમાં કોલોનીમાજ છીએ. આ બાજુ આવોતો જરૂર ડોકિયું કરજો. આનંદ આવશે.
    ફરીથી અમારા બધાના ખુબ ખુબ અભિનંદન

  26. મારા તરફથી ખુબ ખુબ અભિનંદન!
    આવો સુંદર મઝાનો બ્લોગ વર્ષોનાવર્ષ ચાલ્યા કરે તેવી શુભેચ્છાઓ!

  27. હાર્દિક અભિનંદન અને શુભ કામનાઓ.
    આમ જ અવિરત ગુજરાતી સુગમ સંગીત નો રસથાળ ટહુકો પર પીરસાતો રહે એવી શુભેચ્ચા !
    સ્વર !

  28. ગુજરાતિ ભાષાના કાવ્યના શબ્દો અને સુર દરરોજ નિયમિત ટહુકો હમારા ઘ્રરમા પ્ર્વેશે છે એ માટે તમારી મહેનત માટેકહેવાનુ શુ હોય? કહેવાનુ કશુ ન હોય પરન્તુ સલામ કરવાની હોય એવોર્ડ માટે અભિન્દન

  29. જયશ્રી બેન, પ્રણામ,

    ટહુકો ને મળેલ સીધ્ધી માટે હાર્દીક અભિનંદન..

    ટહુકો.કોમ તે માત્ર ગીત, સંગીત માણવાની સાઇટ નથી રહી,

    મારા જેવા ઘણા સંગીત શીખતા students માટે ટહુકો એક online tutorial જેવી છે..

    હુ અવસર પરિવાર નો સભ્ય છુ, અવસર અમદાવાદ ના ગુજરતી સંગીત અને કાવ્યો ના શોખીનો નો સમુહ છે, અવસર ના કાર્યક્રમો મા..

    કોક ગીત ગાવુ / શીખવુ હોય તો ટહુકો પર સાંભળી લો અને ગીત રેડી,

    સંગીતકારો ને ગીત નુ composition સમજવુ હોય તો ટહુકો પર સાંભળી લો અને ગીત રેડી,

    anchors ને ગીત ની પ્રસ્તાવનાં લખવી હોય તો ટહુકો પર એ ગીત વીશે વાંચી લો ને ગીત રેડી,

    ટહુકો અને આપનુ યોગદાન અમુલ્ય છે.. તેની જેટલી દાદ આપીએ તે ઓછી..

    (ગુજરતી ની ભુલો માટે માફ કરશો)

    ઃકાંક્ષીત

  30. સંગીત અને ગીત દ્વારા ,સૌના આપ ચહીતા બન્યા છો,
    આ ગૌરવ આપની કદર સાથે નવું જોમ અર્પશે અને
    સાહિત્યની સરવાણી સહુને આનંદ આપતી રહેશે.
    ખૂબખૂબ અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

  31. હાર્દિક અભિનંદન અને શુભ કામનાઓ.

    ઊર્મિબહેનઃ જયશ્રીબહેન અને અમિતભાઈને ટહુકો.કોમના અદભુત સંચાલન માટે અપાયેલા એવોર્ડ વિશે તમે સરસ અહેવાલ આપ્યો. ફોટા પોસ્ટ કરવા વિનંતી કરું છું.

    અશરફભાઈ, મધુબહેન,અને શિકાગો આર્ટ સર્કલના મિત્રો અને કાર્યકરોને આ એવોર્ડ આપવા બદલ અભિનંદન આપું છું. ગુજરાતી સાહિત્ય,સંગીત, અને કલાનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય કરનારાઓને આ રીતે એવોર્ડ અપાતા રહે તો સરસ.
    -ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા

  32. ખુબ ખુબ અભિનદન … તમો જે ગુજરાતિ સાહિત્ય માટે કરો છો તે અદભુત છે તેના માટે જેટ્લા એવોર્દ મલે તે ઓછ છે. આપનિ આ માત્રુભાષા ની જ્યોત હમેશા જલ્તી રહે તેવી શુભકામના……………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *