વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી !

ટહુકો ડૉટ કોમ પર સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી સવારે સાડા છના સુમારે ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતી જયશ્રી પટેલ (ભક્ત)નો આજે જન્મદિવસ છે… અમારી આ વહાલી મિત્રને મારા, ઊર્મિ અને ધવલના પરિવાર તરફથી અને ટહુકો.કોમ તથા ઊર્મિસાગર.કોમના વાચકમિત્રો તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ…

शतम् जीवम् शरदः |

jayudi2

જે ગાલિબે કદી માંગી, દુઆ હું એ જ માંગું છું,
હું એની બંદગીમાં મારી ઇચ્છા પણ ઉમેરું છું;
ભલે ઇચ્છા હજારો હો, ભલે નીકળે બધી પર દમ,
ફળીભૂત થાય એ સઘળી, હું એથી કંઈ ન માંગું કમ.

હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના,
હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય;
હજારો ગીત ટહુકો ડૉટ કોમે હોય, ને જયશ્રી !
એ સઘળા ગીતમાં તારી પ્રસિદ્ધિનો જ ગુંજે લય !!

– વિવેક
(૦૪-૦૯-૨૦૦૯, મળસ્કે ૨:૪૫ વાગ્યે)

… અને મારી એક ગઝલ મારા જ અવાજમાં જયશ્રીને ભેટ સ્વરૂપે:

જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.

શું તારા સ્પર્શથી એને થતી નથી તૃપ્તિ?
ન હોય તું જો કને, તારી યાદને અડકે.

ઊગી છે પાણીમાં તું આ કિંવા કમળ થઈને,
હશેને કૈંક તો એવું કે જે તને અડકે ?!

દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે. *

સતત હૃદય, બધા કોષો અને મગજને અડે,
વિચાર લોહી જેવો છે, દરેકને અડકે.

ઘડી ઘડી તને લેવો પડે, શી મજબૂરી !
હે શબ્દ ! શ્વાસ થઈ શાને તું મને અડકે ?

-વિવેક મનહર ટેલર

* જો એ દસ આંકડાઓ સ્પીડ-ડાયલમાં સેવ કરી દીધા હોય તો આજકાલ તો માત્ર એક-બે આંકડા દબાવવાથી જ કામ થઈ જાય છે… એટલે કવિશ્રી, એટલો દમ તો તમારે આંગળામાં રાખવો જ જોઈએ હોં, બરાબર ને જયશ્રી?! 🙂 -ઊર્મિ

68 replies on “વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી !”

  1. Dear jayshree ben,
    many many happy returns of the day, happy birth day!!!!!

    Jayshreeben i am from surat and i am very proud of you that you are also from south gujarat.

    I pray to god for your all success. I hope you’ll serve good quality of music forever.

    Warm regards,
    Bhavesh Joshi
    Surat(Pandesara)

  2. હમ ભિ અગર બચ્ચે હોતે, નામ હમારા હોતા બબ્લુ, શબ્લુ, ઔર ખાને કો લદ્દુ, તો દુનિયા કેહ્તિ “હેપ્પિ બર્થ દે તુ યુ”

    વર્શ ગાન્થ નિ ખુબ ખુબ શુભકામનાઓ……………

    ગુજરાતિ સાહિત્ય નિ આમજ સેવા કરતા રહો ને તેને દરેક ગુજરાતિ મા જિવન્ત રાખો એજ અભ્યર્થના.

    શૈલેશ જાનિ
    ભાવનગર

  3. Happy Birthday sister……
    Tamara kam ne koi upma aapva mangto hato…pan te eekdamj aalado ane navin chhe,….Koi shabdoj nahi malya !!!!!

  4. Hello! Didi
    Pal Pal Vikso Pushp Thai
    Kshan Kshan Vistro Sugandh Thai
    Jivan Ho Prem Nu Zalhaltu Geet
    Tamara Hoth Par Rahe Saday Madhur Smeet…
    HAPPY BIRTHDAY…

  5. Respected Jayshreeben,

    Many Many Happy returns of the day.I pray Lord Krishna to give u very good health and happy life all the years to come.

    With kind regards,

    Dharmendra Mehta

  6. Wishing you a very very happy birthday… you gave lots of happiness to me ………… god may give you it return back in hudredsof times………..

  7. જયશ્રીબેન,
    જન્મદીનની અનેક શુભેચ્છાઓ..
    આપનું જીવન સદા ગીત-સંગીતથી ગૂંજતું રહેએવી અભ્યર્થના..
    ગોવીન્દ મારુ

  8. Dear Jayshreeji,
    HAPPY BIRTHDAY TO YOU AND MANY HAPPY RETURNS OF THE DAY.GOD BLESS YOU.KEEP DOING WHAT YOU HAVE BEEN DOING SELFLESSLY FOR YEARS VIA TAHUKO.COM.शतम् जीवम् शरदः |
    Nirupam

  9. સ્વર શબ્દો ને સન્ગિત નિ સફર આમ જ ચાલે ને જિવન પન એવુ જ બનિ રહે એવિ શુભ કામના

  10. વિવેકભાઈ,

    બહુ જ રોચક અંદાજમાં જયશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. ખૂબ જ ગમ્યું….

    અને જયશ્રી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…૧૦૦ વરસનાં થાઓ, જીવો ત્યાં સુધી સુખી અને તંદુરસ્ત રહો એવી પ્રભુને પ્રાર્થના….

  11. Respected Jayshree Bahen,

    4th September :
    Today is your Special Day. Hence our Special
    Wishes and Prayers. May you enjoy continued
    prosperity, excellent health and long life.
    May God Bless you and fill your life with
    joy and happiness always. Happy Birthday.
    Hearty Congratulations. With warmest
    regards, M G Shah. Singapore.

  12. જયશ્રીબેન પટેલ (ભક્ત)ને જન્મ-દિવસની વધાઈ અને અનેક શુભકામનાઓ!
    એમનો ટહુકો સાહિત્ય-ગગન પર સદાય ગૂંજતો રહે એવી પ્રાર્થના!
    સુધીર પટેલ.

  13. અર હાં,વિવેકભાઈની ગઝલ બહુ ગમી.
    હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના,
    હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય

    સીમા

  14. જન્મદિવસની ઘણી-ઘણી શુભેચ્છાઓ………….
    લાંબુ જીવો અને આવું જ ગુજરાતી ભાષાની સેવાનુ કામ કરતા રહો………
    સીમા

  15. જન્મ દિન મુબારક જયશ્રી બેન. આવું જ સુંદર કામ હમેશ કરતા રહો અને ગીત ગઝલનો ખજાનો પીરસતા રહો.

  16. જન્મ દિવસ અને આપનું જીવન સદા ગીત સંગીતથી ગૂંજતું મહેંકતુ રહે
    અને બ્લોગ દ્વારા ગુર્જર હૈયે આનંદ રમાડતું રહે એવી અભ્યર્થના..શુભકામના.

    રમેશ પટેલ(આકાશદીપ)

  17. Dear Jayshreeben,

    Many Many Happy Returns of the day. તમારી સાથે નો આ શબ્દ-સુર નો આ નાતો હંમેશા જળવાઈ રહે એજ પ્રાથના.

  18. તમે સૌને પ્રણામ કર્યા !
    માતા,પિતા,ગુરુ,ભેરુ,વેરીડા,જીવનસાથી,મહાત્મા,જગત..
    દ્વિરેફના કાવ્યને સરસ શણગારીને મૂક્યુઁ ,ગવડાવીને માણી, મણાવ્યુઁ !

  19. શતમ્ જીવતુ શરદ્!!

    Be Blissful and make others blissful with your TAHUKO

  20. શુભેચ્છા પાઠવવાની આનાથી રૂડી રીત મારા ધ્યાનમાં નથી.ટેલિફૉન પર વાત થાય ત્યારે રૂબરૂ મળ્યા જેટલો આનંદ થતો હોય છે તે કબુલ ,પણ આ રીતની વાત ટેલીફોન પર કરીયે તો નાટકિય લાગે.વળી ભેટ સ્વરૂપે કાવ્ય રચીને મોકલો તે બોક્શમાં પેક કરેલી કિમતી ગિફ્ટ કરતાં અનેક ગણી કિમતી ગિફ્ટ મારી દ્રષ્ટીએ ગણાય.
    કુમાર ના બચુભાઈ રાવત હમેશા કહેતા, દિવાળી ના ગ્રીટીંગ કાર્ડ બજાર માથી ખરીદ કરી મોકલનાર માણસ ઘરે આવેલ મહેમાન માટે લારીવાળા પાંસેથી ચા મંગાવી પીવડાવે તેવું લાગે..જાતે નાનકડું ચિત્ર કોરા કાગળ પર દોરી ગ્રિટીંગ કાર્ડ બનાવી મોકલનાર ને તેઓ શાબાશી આપી બિરદાવતા.
    સરસ રચના સરસ વ્યક્તિ માટે રાતે/પરોટીયે જાગીને તૈયાર કરી અત્યંત ભાવભર્યા સ્વરમાં વાંચી સૌ બ્લોગ ના ચાહકોને પિરસી તે બદલ ડૉક્ટર સાહેબ ને સલામ ! જયશ્રીજી ને

    HAPPY BIRTHDAY TO YOU AND MANY HAPPY RETURNS OF THE DAY.GOD BLESS YOU.KEEP DOING WHAT YOU HAVE BEEN DOING SELFLESSLY FOR YEARS VIA TAHUKO.COM.

    JAYSHRI TUM AAGE BADHo HAM TUMARE SATH HAI.

  21. happy birthday and many many returns of the day.alsothanking you for serving usdaily with those wonderful songs everyday.have great time andenjoy life. and many many thanks.

  22. જન્મદિન ખૂબ ખૂબ મુબારક
    ફળે બધી ઈચ્છાઓ અઢળક.

  23. Fortunately since we live in San Francisco we had and opportunity to meet Amit and Jayshree, do few poetry programs together and eventually become friend of this very nice couple.

    Jayshree, wishing you many many happy returns of the day.

    Regards,
    Sandip and Khyati

  24. I can’t write as vivek(હજારો વર્ષ તું જીવે,હજારો દિન હો વર્ષોના,
    હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય;
    nor wish you in early morning hours (૦૪-૦૯-૨૦૦૯, મળસ્કે ૨:૪૫ વાગ્યે)so this is my late evening wishes.Sorry, I read Urmi’s ‘de tali…’first and mailed you without reading’Tahuko’.જન્મદિન મુબારક

  25. MANY MANY HAPPY RETURNS OF THE DAY JAYSHREE !!!!

    Wah shu Gazal chhe !!! Khub lambu jivo ane tahuka ma pragtavo divo !!

    Best Regards,
    RAJESH VYAS
    CHENNAI

  26. શ્રી જયશ્રીબેન,

    તમને જન્મદિવસની ખુબ ખુબ વધાઈ અને હાર્દિક શુભેચ્છાઓ અને વિવેકભાઈના શબ્દોમાં કહું તો ‘હજારો વર્ષ તું જીવે, હજારો દિન હો વર્ષોના, હજારો પળ હો દિવસની અને હર પળ હો મંગળમય’, લાંબુ જીવો અને ગુજરાતી ભાષાની સેવા કરતાં રહો એવી પ્રાર્થના.

    બન્ને ગીતો સરસ છે.

  27. HAPPY BIRTHDAY AND MANY MANY HAPPY RETURNS OF THE DAY

    WISHING YOU AND YOUR HUBBY ALWAYS THE BEST IN THE FUTURE AHEAD.

    I WISH THAT YOU START RADIO TAHUKO IN THIS YEAR.

  28. We want you to live more than hundred years

    so you continue this beautyful work.

    Many happy returns of this day.

  29. સરસ અવાજ વિવેકભૈ!સુંદર ભેટ!
    જયશ્રીબેન ખૂબ શુભકામનાઓ>
    સપના

  30. Dear jayshree ,

    Hi !!! Wishing you a many many many Happy returns of the day !!!

    This calls for a big party !!!

    And also thanking you for serving us daily with those wonderful songs everyday.

    Have great time and enjoy life.

    Amit

  31. આટલું સુંદર કામ કરતાં જયશ્રીબેનને ખૂબ ખૂબ અભિનંદન.

  32. Jayshreeben,
    We wish you many many Happy returns of the day.
    May Almighty Lord Krishna shower all happiness upon you with long healthy life.
    Once again, Happy Birthday to you!!!
    Dinesh and Meera
    Phoenix, AZ

  33. Happy Birthday Jayshreeben.
    Thanks for sharing Tahuko.com with us.
    We wish you a very Musical Life ahead!

    Best Wishes,
    Shivani & Biren

  34. જયશ્રીબેન, જન્મદિવસ ની અનેક શુભકામનાઓ

    ‘મુકેશ’

  35. Happy Birthday, Jayshree. Enjoy your special day!
    Thank you for a wonderful job on Tahuko.com.
    With Love,
    Neela and Dilip

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *