આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..
થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..
ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?
અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )
શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.
.
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
( આ મુક્તક કયા કવિનું છે ?? )
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
( આ કડીની સાથે ‘એક હી ખ્વાબ’ ની છેલ્લી પંકિતઓ યાદ આવી જાય.. જબ તુમ્હારા યે ખ્વાબ દેખા થા, અપને બિસ્તર પે મેં ઉસ રોઝ પડા જાગ રહા થા…. )
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
મને બહુ મોતો ખજાનો મલિ ગયો ચે.
અશ્રુ વિરહની રાત ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
ભાવુને અર્પણ
વાહ સરસ ગઝલ સમ્ભળાવિ
બેફામ સાહેબે આ ગઝલ મા જાત્ નીચોવી દીઘી છૈ.
મનેતો આવી ગઝલ સાંબળવી ખુબજ ગમેછે.
આવી સુન્દર ગઝલો વારંવાર “ટહુકો” માં અમને સમ્ભળાવતા રહેશો
હ આ ગિત સાભરિ શક્તો નથિ.
“પાન લિલુ જોયુ ને તમે યાદ આવ્વ્યા” આ જ્યારે જ્યારે સાભ્ ળૂ છુ ને ખ્ રે ખ ર્ મારુ હેયુ ડૉલી જાય છે……..
અશ્રુ વિરહ નિ રાત મા
બેફામ નુ મુક્ત્ક ચ્હ્હે
its really most beutiful gazal and beautifully sung. hats off to manaharbhai and makers of this site
this is really nice & lovely . he just put up his heart in this poem
વહ!!!!!!! આભાર્!!!!!!! આ ગ્ઝલ ના કવિ ને અને તેને સુર આપનાર ને અને ખાસ જેને આ ગઝલ આ સાઇત પર મુકિ ચ્હે.
આભાર!!!!!!!!!!!!!
This is the first Gujarati song I heard when i was in college. Now a days also I love this song. It’s a awesome…..
Vah Vah !!!!!!!!!!!!!!
This song are work as enrgy drink for me I feel fresh after listion this even after work more then 12 hours cintinious.
Thanks for your efforts. Kedar Jani
Thank you very much this is my favorite ghazal.Heard after a long time you made my day
બેફામ તો બેફામ જ ચ્હે..લાજ્વાબ ખુબ સરસ ગઝલ્
ખુબ સરસ ગઝલ
Best Gujarati Ghazal ever!!! Love the lyrics.. amazing
that’s the best gujarati song i have ever heard!!!!
keep it up!
Very Very nice, perfect who is loving someone
THIS ONE IS NICE BUT IF WE CAN DOWNLOAD SONG IS A VERYNICE.
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
આ મુક્તક કદાચ ઘાયલ સાહેબ નુ છે.
i like it so much,,,,,,,befaam is realy fellingful poet,,,wht a swt ghajal,,,,,nayan ne bandh,,,,
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
વાહ !!!
કોઇ જવાબ નથિ .. એક દમ સરસ .. હુ જયારે ઉદાસ થાઉ હુ ત્યારે આ સાભલુ છુ.
આભાર આ વેબસાઈટ બનાવ્વા માટ.
સ્વર્ન આક્શરે લ્ખસે ક્વિયો યસ ગાથા ગુજરત નિ, જય જય ગરવિ ગુજરત નિ,
કોઇ મને કહેસે કે આ ગિત મને ક્ય થિ મદિ રહેસે.
ખુબ જ સરસ મને ખુબ જ ગમ્યુ
Thanks to the person who creat web for gujarati song I love It.
વાહ, લા જવાબ ગઝ્લ
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
ખુબજ પસન્દ આવી
બેફામ ની ગઝલના થોડા શેરો
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
બેફામ ની ગઝલના થોડા સુન્દર શેરો
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
નયનને બંધ રાખીને …..
શુ કહુ તમને ? આ બધી ગઝલો સામ્ભળી ને મારુ હ્ર્દય ઝુમી ઉઠે છે. અને એ બી અહિ વિદેશ આવ્યા પછી તો આ બધાની ખુબ જ ખોટ સાલે.અને વળી મારી પાસે તો આ બધી ગઝલો ની CD કે cassate પણ્ નથી.
ખરેખર આ site ને જોયી ને હુ ખુબ જ ખુશ છુ. અને એમા પણ્ આ ગુજરાતી મા comment છોડવા ની વાત થી તો એક્દમ નવીન જ લાગે છે.
હુ આ સાઈટ ને બનાવનાર માટે ખુબ જ હ્ર્દય થી આભારી છુ.
અને તેથી જ મે આ સાઈટ ને મારી ગમતી વેબસાઈટ તરીકે મારા લીસ્ટ મા ઉમેરી દીધી છે.
અને ફરી થી ખુબ ખુબ આભાર .. આવી વેબસાઈટ ના સર્જન બદલ.
જયશ્રિ બેન્ દરેક વખ્તે મારે એક જ વાત કહેવાનિ, મારિ પાસે શબ્દો નથિ તમારેી સાઈત માતે…….i love to listen gujarati songs. ahiyaa US ma betha betha jane koi swajn ne malti hou evu lage… thx a lot…..
આ ગઝલ મને બહુજ ગમે છઍ. ખુબજ આભાર.
ેથેનક્સ,
કશયપ ત્રીવેદી
This site is very nice and for USA ppl this is just a dream to hear all this songs of gujarati. Like mine kind of sugam sangit and gujarati ghazals lovers seriolsly loves this. but keep it up this good work.
Thanx
ખુબ સરસ પહેલઈ વાર ગુજરાતિ નેી આ સાઈત જોઈ.
આ ગ્ઝ્લ સાભલેી ને મારુ મન ઝુમેી ગયુ
પારસ જોટગેીયા
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
ખુબ જ ગમી.
બરકટ વિરાણી ગઝલકાર છે. બરાબર ને? જય
કદાચ બરકત વિરાણી
અમે પૂછ્યું : લે બોલ, હવે તું..
કહો તો, આ ગઝલ કયા ગઝલકારની છે?
રમેશ પારેખ
Really nice gazal, thank you
અશ્રુ વિરહની રાત ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
શુ ગઝલ છે? વાહ વાહ….
વાહ
Is there a way I can download this beautiful ghazal? kayam sanje ghare aavine sambhlu j chhu. Car ma pan sambhli shaku to maja aavi jay….
Thanks,
Atish Shah
Well said,,, i listen to just 1 gujju song or gazal or whatever u wanna say… its nayan ne bandh raakhi ne.. its just AWESOME..
chal, c ya
Nishith
“અમદાવાદી હોવા છતાં !!
મારી પાસે તેમના કુલ 23 કે 24 આલ્બમો છે.
જયશ્રીબેન તમારી પાસે આ બધો ખજાનો આવી જશે, તેની લ્હાણ બધાને કરતા જજો.”
સુરેશભાઈ, ધણી જ ખેલદિલ વાત કરી…
સિદ્ધાર્થ
http”//drsiddharth.blogspot.com
its one of my favourite ghazals…Manhar Udhas is also one of my favourite artists……keep it up….this is something everyone who gets a chance should listen to atleast once…..
મ. ઉ. મારા સૌથી પ્રિય ગાયક . તેમની પ્રકાશિત થઇ હોય અને મારી પાસે ન હોય તેવા કોઇ આલ્બમનું નામ મને કોઇ કહે તો જે ભાવ કહે તે ભાવે ખરીદી લઉં – અમદાવાદી હોવા છતાં !!
મારી પાસે તેમના કુલ 23 કે 24 આલ્બમો છે.
જયશ્રીબેન તમારી પાસે આ બધો ખજાનો આવી જશે, તેની લ્હાણ બધાને કરતા જજો.
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
વાહ !!!
બહુ જ સુંદર ગઝલ છે શ્રી બરકત વિરાણી – ‘બેફામ’ સાહેબ ની . મારી પ્રિય પણ.
આભાર.