કંકોતરી -આસીમ રાંદેરી

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,
એને પસંદ છો હું નથી, શાયરી તો છે,
વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,
બીજું તો નથી એમની કંકોતરી તો છે!

– અમૃત ‘ઘાયલ’

card1274

.

મારી એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…
તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…
મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

56 replies on “કંકોતરી -આસીમ રાંદેરી”

  1. એક અદભુત રચના…..
    સુંદર અતિ સુંદર..
    લાગે છે આસિમ સાહેબે પોતાની આપવાતી હુબહુ રજુ કરી છે.

  2. આજ્ થિ એક મહિના પસિ મારા લગ્ન સે, કિન્તુ કેમ આજે આ ગઝલે મને મારા કોલેજ ના દિવ્સો નિ યાદ અપવિ દિધિ.

  3. મનહર સાહેબ ની બે ગઝલ મરા દિલ ની ખુબજ નજીક છે.
    કંકોતરી અને શાંત જરુખે આ બંને રચના ખુબજ અદભુત છે.
    દીલ ને સ્પશી જાય તેવી છે.

  4. દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,
    કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

  5. કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
    નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

  6. ખરેખર દિલ ને સ્પર્શિ જાય તેવિ રચના નુ સર્જન કર્યુ છે…

  7. લખવુ ચહે પન શબ્દો નથિ જદ્તા
    આત્લિ દર્દ ભરિ કન્કોત્રિ.

  8. a gurjari classic! simple words, playful mood, yet passionate. feelings that touch you, nudge you and hit you at the same time …

  9. ખરેખર બહુજ સરસ અને ઉત્તમ સન્કલન છે…….
    શબ્દો ઓછા પડે છે…

  10. દિલ ના ઉન્દાન માથિ ઘુઘવતા દરદિલા પન મધુર્ શબ્દો.

  11. Aapani web ma manahar udhas ni gayeli gazalo ni yadi jota lage chhe ke teo navi gujarati gazalo vanchata nathi.nahi to ghani gazalo gava ma thi teo bachi jat.kher temanu nasib biju shu !

  12. Respected Jayshreeben please list a jain stavan HALARDU of DIPALI SOMAIYA( Sui ja re sui ja o maa na bal trishla julave geet gaine rusaad)

    Thanking You
    Mitul Shah(Mumbai)

  13. this is very nice gazal. A tears is come out from my eyes after listening it.
    WONDERFUL AND ……….!

  14. ટહુકા ઉપર ગુજરાતી ગઝલો, લોકગીતો, કાવ્‍યો, ગીતો તથા અન્‍ય માહિતીનો અખૂટ ભંડાર રજૂ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.

    વધુમાં આ સાઇટ ઉપરથી કંઇ પણ ડાઉનલોડ કરી શકાતું નથી તો આ સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાય એવી વ્‍યવસ્‍થા ઉભી કરવા આગ્રહભરી વિનંતી છે.

  15. દિલની વેદનાની દિલફાડ રજૂઆત..સંજોગો માનવીને કેટલા મજબૂર બનાવી દે છે કે એ એક ટીસ બનીને જિંદગીભર તડપાવે છે…
    બાકી તો……

    “હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,”….

    આ શેર કઈક વિશેષ છે…

  16. મારી એ કલ્પના હતી કે વિસરી મને,
    કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

    આસીમ સાહેબની હ્દય મા એક દર્દ ભરી ટીસ ઊઠાવી દે તેવી રચના..

  17. જનાબ આસીમ રાદેરીની આ રચનામા સચોટ અને નાજુક ભાવોને ખુબજ બારીકાઇથી ગઝલમા ગુથ્યા છે.કંકોતરીનો રંગ જાણે ગુલાબી વદન ,કંકોતરીની ફૂલછાબ જાણે પ્રૅમપત્રોનુ મઢેલુ પુસ્તક, ઘણા વરસોના પ્રેમપત્રોની આપ લે હોવાથી ,જરૂર સરનામુ પણ પોતે જ એના હાથેથી જ થયુ છે, એની જરૂર ખબર પડે….ધન્યવાદ રાદેરી સાહેબ…………..પરેશ ઉકા પટેલ.મોટીકકરાડ .નવસારી..

  18. કોતરીથી એટલું પુરવાર થાય છે,
    નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

    જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,
    ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

  19. ખરેખર તમને ધન્યવાદ આપો તેતલા ઓ૬આ૬એ. તમારા થકિ અમે પોતાના સ્વજનો ને પોતાના(સુખ ના કે દુખના)મનના ઉભરાને વાચા આપિ લાગનિ ના રન્ગે રન્ગિ મોકલિ શકિયે ૬ઇયે..

  20. ક્નકોત્રિ ને અવાજ નુ રુપ આપિ ને મોકલવિ હોય તો શુ કર્વુ? શેર મા જૈ યાહુ પરથિ લિન્ક નથિ મલતિ.લિન્ક નો રન્ગ બદલાતો નથિ પન પાના નમ્બર લકય્ેલો આવે ૬. તમને વિનનતિ ૬ કે જરા એ તરફ નજર કરિ મારિ ભુલ થતિ હોય તો મને જનાવશો. આભાર.

  21. આતિ સુન્દર!!!
    મને અતિ પ્રિય એવી આ આસીમ સાહેબની નઝમ્
    (કથિત)પ્રેમ જ્યારે ભ્રમણા અને નિશ્ફળ બને તે ભાવોને સુન્દર રીતે રજુઆત કરતી આ રચના – જુના સ્મરણોને તાજી કરતી રચના –

    મારી એ કલ્પના હતી કે વિસરી મને,
    કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

  22. આતિ સુન્દર!!!
    મારિ આતિ પ્રિય નઝમ્
    (કથિત)પ્રેમ જ્યારે ભ્રમના અને નિશ્ફલ બને તે ભાવોનુ સુન્દર રિતે રજુઆત કરતિ આ રચના – જુના સ્મરનોને તાજિ કરતિ રચના –

    મારી એ કલ્પના હતી કે વિસરી મને,
    કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

  23. આ સિમ જેનિ કોઇ સિમ નથિ, પિતા તુલ્ય ને દન્દ્વવત પ્રનામ.

  24. આ ગઝલ અહિ હતી એની મને ખબર જ નહી, વાહ ખરેખર મજા આવી ગઈ. ઘણો આભાર પોસ્ટ મુક્નાર ને અને જયશ્રી બહેન ને.
    શ્રી.

  25. ખુબજ સરસ કલેક્શન ! સરસ વિચાર . અભિનન્દન

  26. જબરજસ્ત્, અદભુત, માર્મિક, આહલાદક, અવિસ્મરનિય,સુન્દર, શબ્દો ખુતિ જશે. લખતા પન તમે મરિ “સાત સાત સોપરિ નો જ્હુમ્ખો રે દોલમ દોલ રે દોલમ દોલ” કેમ નથિ મુક્તા.

  27. લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

    Thanks for invitation….
    anyways … u’ve to come india for ur gift
    but best wishes r always with u , dear

    heartiest congratulations…..
    to both of u

  28. કોલેજના દિવસોની પ્રિય નઝમ… અને ગુજરાતી ગઝલના ખોળિયામાં પ્રાણ પૂરનાર સ્વર જગાવનાર મનહર ઉધાસનું મધુરું સ્વરાંકન… જૂના દિવસો ફરી હૃદયના આંગણે આવી ઊભા…

  29. અસલામ !
    આસીમ સાહેબની આ રચના એમને મોંઢે સાંભળવાની તો મઝા ઔર જ! મનહરના મધુર સ્વરથી વ્યગ મન મસ્ત કરી ગયો!
    તેમની જ પંક્તીઓ યાદ આવી
    આ તાપી કિનારો ને ગાઁધી બાગ કેમ ભુલાશે?
    અહીઁ મારી મહોબ્બતનો દટાયેલો ખઝાનો છે.

  30. કાંઈ કહેવા, લખવા માટે શબ્દો ખૂટે………
    દુઃખ મને થાય, દિલ કોઈનું તુટે……….

    ખૂબ ખૂબ ખૂબ દર્દ ભરી ગઝલ…..

  31. જીવનની સો વસંતો પુરી કરનાર આસીમ સહેબનો લાજવાબ શેર
    કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
    નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *