તરું છું તામ્રપત્રમાં થકાય ત્યાં સુધી
ઠગ્યા કરું મને જ હું ઠગાય ત્યાં સુધી.
નિજી હતી એ જાતરા ને પારકાં ચરણ
ઉધાર માગતો રહ્યો મગાય ત્યાં સુધી.
કરી લીઘી છે સંધિ જાત સાથે ક્યારની
રહું છું ભાગતો સ્વ-થી ભગાય ત્યાં સુધી.
મને ડુબાડવામાં તને ભાન ના કે હું –
તને જ તાગતો રહ્યો તગાય ત્યાં સુધી.
ચળાવવાય એટલા થતા પ્રયત્ન, કે –
ચણાઇને ખડો હવે ડગાય ત્યાં સુધી.
અલ્પક રાતનાં ભર્યાં એવાં ભરણ નભે –
ફરકી નહીં સવાર પણ, જગાય ત્યાં સુધી.
સ્વરો ને વ્યંજનોની ઘોરમાં દટાઇ રહ્યો
હિમે દગોના થીજતો, ધગાય ત્યાં સુધી.
( આ ગઝલનો ભાવાર્થ મને બરાબર ના સમજાયો. તમે મદદ કરશો ? )