ચોથી વર્ષગાંઠ અને ટહુકાનો સાદ…

12 જૂન 2006 થી શરૂ થયેલી આપણી સૌની સહિયારી સંગીતમય અને કવિતામય સફર એટલે આપણો વ્હાલો ટહુકો… ટહુકો.કૉમ !

આ ચાર વર્ષોમાં ટહુકાનાં વાચકો અને ચાહકો જેટલાં વધ્યાં છે, એટલું જ ટહુકાનું ગુંજન પણ વધ્યું છે. ચાર વર્ષોમાં કેટલી પોસ્ટ.. કેટલા સંગીતમય ગીતો.. કેટલા પ્રતિભાવો.. વગેરેની વાતો તો આવતી ૧૨મી જુનના દિવસે કરશું જ.. (CPA હોવાને નાતે આંકડાઓનો હિસાબ તો રાખવો જ પડે ને? 🙂 )

પણ આજે વાત કરવી છે તમારી..

ટહુકાનાં ટેહૂંક ટેહૂંકને આટલું ભવ્ય બનાવવામાં સૌથી મોટો ફળો આપ સૌનો જ છે. તો આજે અમારે જાણવું છે કે આપ સૌ ટહુકો.કોમ વિશે શું અને કેવું કેવું વિચારો છો? તમે ભલે ને ટહુકો પર દરરોજ કે થોડા થોડા દિવસે comment કરતા હો, કે પછી આજ સુધી એક પણ કોમેંટ ના કરી હો.. પણ જો ટહુકો તમને પોતાનો લાગ્યો હોય, ગમ્યો હોય, હ્રદયના કોઇક ખૂણાને કોઇક વાર ભીનો કરી ગયો હોય, તો આ વખતે મારે તમારી પાસેથી કંઇક સાંભળવું છે….

તમે અમને ગુજરાતીમાં – શબ્દ, દૃશ્ય કે શ્રાવ્ય – કોઈપણ રીતે જણાવી શકો છો કે ટહુકો.કૉમનું તમારે માટે શું અને કેટલું મહત્ત્વ છે? તમે ક્યારે અને કેટલી વખત ટહુકો.કૉમની મુલાકાત લ્યો છો? ટહુકો.કૉમને લીધે જો તમને કોઈ અનોખો અનુભવ થયો હોય તો એ વાત અમને કોઈ પણ રીતે જણાવો….જેમ કે આ નાનકડી ઢીંગલીની એક વિડિયો-ક્લિપ… જે એની મમ્મીને કાયમ ‘તિત્તા… તિત્તા..’ કહીને લેપટોપ બતાવીને ટહુકો.કૉમ પરથી ‘ઈટ્ટા-કિટ્ટા’ ગીત સાંભળવા માટેની ડિમાન્ડ કરે છે! 🙂

સ્વર : ઐશ્વર્યા હીરાની, સુપલ તલાટી
Composer : મોનલ શાહ
Music Arranger & Recording : મેહુલ સુરતી

.

***************************************************
આપ સૌ પણ આવી કોઈ પણ વાત અમને (અને ટહુકોના સૌ વાચકો-શ્રોતાઓને) જણાવી શકો છો. ટહુકાની ચોથી વર્ષગાંઠ પર (જૂન 12) અમે ‘તમારી વાત’ને સાઈટ પર પોસ્ટરૂપે મૂકીશું.

અને હા, હજુ તો આ ઘડામાં ઘણા ટહુકાઓ ભરવાના બાકી છે.. અનેક ઉંચાઇઓ પામવાની છે અને ઘણા ઉંડા ઉતરવાનું છે… તમને ટહુકોમાં કંઇક ના ગમ્યું હોય, કંઇક બદલવા જેવું લાગ્યું હોય, કોઇક સૂચન હોય.. એ બધી વાતો પણ જણાવી શકો છો..!!

ટહુકો.કોમ માટેનાં તમારા અમૂલ્ય અભિપ્રાયોનું લખાણ, ઓડિયોક્લિપ કે વિડીયોક્લિપ (કે યુ-ટ્યુબ લિંક) તમે અમને આ ઈમેલ પર મોકલી શકો છો: write2us@tahuko.com

ખરેખર મોરમાં આશ્ચર્ય જેવું હોય તો -ટહુકો,
ને એના કેટલાં પીછાં ખર્યાં તે ગૌણ બાબત છે.

-ભરત વિંઝુડા

મોર એટલે ખોટાડો વરસાદતંત્રનો ખબરી !
એનો ટહુકો ફાળ પાડતો – હમણાં પડશે છાંટા
ગૃહિણીઓ સૂકવેલ લૂગડાં લેવા ખાતી આંટા

– રમેશ પારેખ

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

-ગૌરાંગ ઠાકર

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

થાય મારી શૂન્યતાના ફુરચા
એક-બે ટહુકા હૃદયમાં વાવ તું.

-હર્ષવી પટેલ