ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

આપણા મલકના માયાળુ માનવી.....

સ્વર - પ્રફુલ દવે, દિવાળીબેન ભીલ
સંગીત - ?
ગુજરાતી ફીલમ - આપણા મલકના માયાળુ માનવી

YouTube Preview Image

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

સ્વર - પ્રફુલ દવે
સંગીત અરેન્જમન્ટ - બ્રિજરાજ જોષી
આલ્બમ - ગીત ગુંજન

This text will be replaced

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

(શબ્દો મટે આભાર - પ્રીત નાં ગીત)

એક વર્ષ પહેલા : રસિયો ફાગણ આયો !

બે વર્ષ પહેલા : - ની ઉક્તિ - જગદીશ જોષી

ત્રણ વર્ષ પહેલા : H ये कौन चित्रकार है....

20 comments to આપણા મલકના માયાળુ માનવી…..

  1. Chandrakant Lodhavia
    March 12th, 2010 at 7:30 am

    જયશ્રીબેન,
    આપણા મલકના માયાળુ માનવી.By અમિત, on March 12th, 2010 in Video , ગરબા , ટહુકો , દિવાળીબેન ભીલ , પ્રફુલ દવે , લોકગીત.

    આજ સવારનો આનંદ ચાર ધણો થઈ ગયો. કાઠયાવાડીને ર્દશ્ય શ્રાવ્ય દોહામાં રાસ ડાંડિયા આપ્યા. ઘણી ખમ્મા બેની તને ઘણી ખંમ્મા.

    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  2. અભિવ્યક્તિ
    March 12th, 2010 at 10:56 am

    ગામડાનું દ્રશ્ય તાદ્રશ થઇ ગયું. ખબર નહીં આવી જગ્યા હવે કોઇ છે કે પછી આવા લોકગીતો પૂરતી જ સીમીત થઇ ગઇ છે. સરસ ગીત. ધન્યવાદ જયશ્રી, આપણા વતનની ઓળખ યાદ કરાવવા માટે.

  3. keshavlal thakar
    March 12th, 2010 at 3:01 pm

    આ ગેીત ખુબજ ગમ્યુ ધન્યવાદ જય્શ્રેીબેન

  4. Navin Badani
    March 12th, 2010 at 3:08 pm

    સરસ લોકગિત્ - મરિ ફરિયાદ - બહુ ઓચ્હ લોકગિત તમે મુકો ચ્હો. જેસલ તોરલ ન ગિત ન મુકિ શકાય ?

  5. keshavlal thakar
    March 12th, 2010 at 3:09 pm

    આ ગિત ખુબજ ગમ્યુ ધન્યવાદ જય્શ્રિબહેન્

  6. sonal vyas
    March 12th, 2010 at 3:58 pm

    jayshreeben,

    can i ever thank you enough for putting this song on the website. I had given up ke i would be able to listen to this song but you put it.

    thank you very very much. god bless u.

  7. Maitri Parekh
    March 12th, 2010 at 6:21 pm

    Excellent!! This is a real real close to heart for people who are away from home….

  8. Jayshree
    March 12th, 2010 at 8:36 pm

    જેસલ તોરલનું લોકગિત - http://tahuko.com/?p=3266

  9. જયેન્દ્ર ઠાકર
    March 12th, 2010 at 9:11 pm

    દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;

    પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;

    કેવુ મીઠુ ગીત છે. એક હિન્દી ગીત યાદ આવી ગયુઃ જબસે ચમન છુટા હે, યહ હાલ હો ગયા હે. દીલ ગમ કો ખા રહા હે ગમ દીલ કો ખા રહા હે…..

  10. dipti
    March 12th, 2010 at 9:48 pm

    વતનમા આવવા માટે લલચાવતુ ગીત..મારુ ગમતુ લોકગીત..

    દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;…..

  11. Damji Chavda (London)
    March 12th, 2010 at 11:44 pm

    આપ્ના મુલક જેવો કોઇ મુલક નથિ

  12. nitin desai
    March 13th, 2010 at 12:01 am

    વતન નુ પતન થ્યુ
    કુવો સિવાય ને નલ થયો
    હેતાલા,મમતાલા ને તાલા લાગ્યા
    હે કલજુગ તુ જુગ કલ થયો
    મેહમાનગતિ હેરનગતિ બનિ
    હે પ્રભુ આતે કેવિ ગતિ

  13. Vallabhdas Raichura
    March 13th, 2010 at 1:05 am

    Dear Jayshreeben and team mates:

    Many many thanks for “Aapna Mulak”.

    You feel like leaving the alien

    country you are in and return to

    motherland at once but second

    thoughts at once remind you of the

    fact this song depicts the distant

    past.

    Thanks for reviving a fond dream of

    revival of those sentiments embedded

    in this song rendered by inimitable

    Prafull Dave and his partners.

    Vallabhdas Raichura from Maryland
    (U.S.A.)

    March 12,2010

  14. kamlesh
    March 13th, 2010 at 8:03 am

    ખરેખર…મલક છોડ્યા પછી બહુ યાદ આવે

  15. Pragnesh patel
    March 13th, 2010 at 12:12 pm

    Jay Sai ram. Jay Sai baba thatks Amit Bhai I realy miss over culchear. Thank you very much god bless you

  16. Ashwin Devdhar
    March 13th, 2010 at 2:42 pm

    very sweet & heart toching song

  17. Rajesh Vyas
    March 13th, 2010 at 4:18 pm

    Hi Jayshree !!

    Buffering brake breaks the continuity & the mood of listening to such a melodious GEET …
    Next time try your best to put up without buffering or fast buffering etc methods..
    Anyways sooooooo much thanx for this song after long time….

    Warm Regards
    RAJESH VYAS
    CHENNAI

  18. Arvind Patel
    March 15th, 2010 at 10:10 pm

    આભાર જયશ્રીબેન
    આપણા મલકના માણસો માયાળુ જ છે
    આ ગીત પોસ્ટ કરેલ છે તેમાં નીચેની કડીઓમાં ભુલ છે તે સુધારી લેવા વિનંતી છે.સુધારેલ કડીઓ નીચે મુજબ છે.
    આપણા મલકમાં ઉતારા ઓરડા,
    ઉતારાકરી ઘોડે ચડજો મારા મેરબાન,
    આપણા મલકમાં નાવણ કુંડિયું,
    આપણા મલકમાં પોઢણ ઢોલિયા,
    પોઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
    ફરી વાર અભિનંદન આવા સરસ ગીત મુકતા રહેજો.
    - અરવિંદ સી. પટેલ

  19. Bharat Chauhan
    March 17th, 2010 at 5:53 pm

    Aapna malakna mayalu manavi git shambhalvani khubaj maza aavi

  20. pragnaju
    March 20th, 2010 at 6:39 pm

    ફરી યાદ કરાવી
    પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
    ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
    ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
    ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

    આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
    ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
    રિયોને આપણા મલકમાં….કે હાલો….

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>