હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ્રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !




February 1st, 2007 at 12:55 am
It’s very sentimental and real geet. Great poem by Bhagavatibhai. Many many hearty congratulations!Soli has a great voice. He is living this geet to its utmost expression.
June 20th, 2007 at 10:44 pm
[...] હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં ! હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઇ નહીં ! [...]
July 7th, 2007 at 10:15 pm
વાહ્! અમદાવાદ યાદ આવી ગયુ. પહેલો વરસાદ
July 17th, 2007 at 12:38 am
fantastic i like this view of songs on net
thanks
hetal
September 8th, 2007 at 3:27 am
A very real song for todays life. WONDERFUL !!
March 31st, 2008 at 8:24 pm
ઘના વર્શો બાદ આ ગેીત સામ્ભલ્વા મલ્યુ ….મજ્જ્જા આવેી ગઈ…
July 21st, 2008 at 12:29 pm
thank u very much jayshreeben!! ghana vakhat thi aa geet sambhalvani ichcha hati.. ek request che… solibhai nu j gayelu “SAAV ACHANAK MUSHALDHARE” sambhlavo ne please…
- Jina
November 20th, 2008 at 7:46 pm
‘Tahuco’ ne klik karyun, aa git sambhalava,ane git to na sambhalayu. shun taklif chhe?
January 27th, 2009 at 7:53 pm
Excellent Gazal. I always listen soli kapadia’s album - prem etle ke
January 14th, 2010 at 9:50 pm
હાલ્મા સાહિત્ય સભાન પ્રમુખ્
June 14th, 2010 at 2:48 pm
અદભુત
June 25th, 2010 at 3:56 pm
great trio of lyrics, composition & music….પહેલો વરસાદ સાથે કેટલી સુમધુર યાદો જોડાયેલેી હોય છે…અને એ જ વરસાદ પ્રિયપાત્રનેી હાજરી વગર દઝાડે છે.