
(અઢળક ઈચ્છા… Picture by Urmi, April 2010)
*
જીવનકાવ્યે
મિત્રતાનું ગાલગા
પણ જોઈએ.
*
માન્યતાને એક સરહદ જોઈએ,
રૂઢતાને પણ નિયંત્રણ જોઈએ.
શક્ય ક્યાં છે અહીં પરિત્યાગી થવું !
ત્યાગનું પણ એક વળગણ જોઈએ.
પ્રેમ, સમજણ કે પછી હો જીન્દગી…
સાવ નટખટ એક બચપણ જોઈએ.
હા, યુવાની થોડી ઉન્મદ જોઈએ…
પણ હો માનદ, એવું ઘડપણ જોઈએ.
જોઈએ, ઈચ્છા યે અઢળક જોઈએ,
પણ કદી અનહદની પણ હદ જોઈએ !
એક સરખી હોય ના ભરતી, સખા !
‘ઊર્મિ’ની પણ ક્યાંક વધઘટ જોઈએ…
-’ઊર્મિ’ (૨૬ મે, ૨૦૦૯)
Share what you loved...
Email
મને ઇન્તેર્નેત પર તહુકો જોઇએ , વલગન થૈ ગયુ ચ્હે .
આભાર
સુન્દર —-અનહદને હદ જોઇએ…..
મને ઉર્મિના કાવ્યો ખુબ ગમે .
Excellent composition balancing the craze ,desires,and expectations.Congratulations for incorporating this in the e-mail.
સુંદર ગઝલ… મજા આવી ગઈ… વળગણ, હદ અને વધઘટમાં આનંદ થયો…
વાહ શું સરસ વાત થોડા શબ્દો માં સરસ રીતે કહી છે. અભિનંદન
very fine loving poem. I like to read ,frequently this poem made me to think how i am passing my life
this poem will help me in my life.
congratulation to poem writer. also it can be sing.
બચપણ,યુવાની અને ઘડપણમા જિન્દગી કેવી હોવી જોઇએ તે સમજાવતુ સરસ મઝાનુ કાવ્ય.
એક વળગણ સાથે એની હદ પણ હોવી જોઈએ એની સ્વિકૃતી જ કેટલી મોટી વાત છે, સરસ અભિવ્યક્તિ………
અભિનન્દન. હવે આશા છે કે તમને “વળગણ “મળી ગયુઁ હશે.
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સુપેરે જિંદગીના વહન માટે “હદ”ની લાલબત્તી જરુરી છે.
નાજુકતાથી એ નિરુપી છે.
સુંદર અતિસુંદર.
હાર્દિક અભિનંદન.
અનહદ ને હદ જોઈએ -તેમ હદ ને પણ એક હદ જોઈએ.
ખુબ સુંદર કમ્પોઝીશન….અભિનંદન
સૌ મિત્રોનાં વળગણ અને પ્રોત્સાહન માટે અંત:કરણથી આભાર…
ત્યાગનું પણ એક વળગણ જોઈએ!
ઊર્મિબેન, શું ખયાલ છે…કે પછી અનુભવ… ગમે તે હો, ઇર્શાદ.