ગુજરાતમાં કન્યાવિદાય વખતે કદાચ સૌથી વધુ ગવાયેલું આ ગીત… ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ - હજુ સુધી ટહુકો પર ન હતુ એના બે કારણ, અને આમ જોવા જઇએ તો બંને કારણો થોડા વિરોધાભાસી છે.
‘દીકરી - પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી - લગ્ન પછી પારકી? કદાચ જે સમયે આ ગીત બન્યું એ વખતે (અને કદાચ આજે પણ?) સમાજમાં એ માન્યતા પ્રચલિત હશે.
બીજું કારણ - ભલે હું આ ગીતની પ્રથમ પંક્તિ સાથે પોતાને relate નથી કરી શકતી, છતાં પણ આ ગીત વાગતું હોય તો એ પુરુ થાય એ પહેલા આંખો ભીંજાય જાય છે. આજ સુધી એ હિંમત નથી આવી કે લાગણીશીલ થયા વગર આ ગીત સાંભળી શકું.
સ્વર : લતા મંગેશકર
બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય




April 19th, 2008 at 7:09 am
ઘણા વખતે સાંભળી સાચે જ પાંપણ ભીંજવી ગયું!
અને આ મારી દિકરીનો ફોટો ક્યાંથી મળ્યો? કદાચ બધી દિકરી આવી જ લાગતી હશે. મારી એક દિકરી તો “દીકરી ને ગાય, દોરે ત્યાં જાય-પેરડીમાં ગાતી દિકરીને ગાય ફાવે ત્યાં જાય!”
આ સાંભળતા ભાવાત્મક સ્થિતીમાં મારી વાત અજુગતી લાગે તો
દિલગીરી…
April 19th, 2008 at 10:55 am
જયશ્રીબેન આપની સાથે સહમત છુ દિકરી ક્યારેય મનથી દુર નથી હોતી એટલેજ કવિ દાદ કળજાનો કટકો કહે છે એક વાત ચકાસી જોશો આ ગીત ઉષા મંગેશકરે ગાયું છે
April 19th, 2008 at 4:18 pm
Yes I am also afraid , I can not hear this song
without wet my eyes so just read it .
April 20th, 2008 at 1:18 am
Yes Jayshree, you are right I also don’t agree to the words of this song, but it does make me cry everytime its playing, Thanks for posting it!
April 20th, 2008 at 1:42 am
“A son is your son only till he weds, but a daughter is your daughter till she’s dead” This is an English proverb I read………..so how is “Dikri Parki Thapan?” Bina Trivedi
April 21st, 2008 at 7:06 pm
દીકરી પારકી થાપણ નથી… દીકરી સાપનો ભારો નથી… દીકરી કંઈ ગરીબડી ગાય નથી…
-બોલવામાં સરસ લાગે છે પણ ખરેખરા અર્થમાં આપણે કેટલા સુધર્યા છીએ? માનું છું કે સમાજના ઘણાખરા ભાગમાં સ્ત્રીઓની ભણતર-ઘડતર અને કદાચ સર્વાંગી ધોરણે ઉન્નતિ થઈ હશે પણ આખા ભારતીય સમાજની સ્ત્રીઓના કેટલા ટકા?
સ્ત્રી ભ્રૂણહત્યા, દહેજ, સ્ત્રી શોષણ કે પતિ દ્વારા થતા બળાત્કાર અને કાયમ માટે ‘સેકન્ડ પોઝીશન’ - આમાંથી કશાયમાં સુધારો કરી શક્યા છીએ ખરા આપણે? જે જમાનામાં આ ગીત લખાયું હતું એ જમાનામાં તો એ સાંગોપાંગ પ્રસ્તુત હતું જ, આજે ય આ ગીત એટલું જ પ્રસ્તુત છે અને સો વર્ષ પછી પણ આટલું જ પ્રસ્તુત રહેશે…
આ કડીઓ આપણને કઠે છે છતાં આપણી આંખો ભીની થયા વિના રહેતી નથી એ જ વાત પુરવાર કરે છે કે આવાત કડવું સત્ય જ છે… ખોટી વાત કદી ભાવનાના આંસુ ન આણે….
April 22nd, 2008 at 9:05 pm
દીકરી વિદાય મારાથી કદી જોવાતી નથી.મારા વહાલનો દરિયો,
મારો તુલસીક્યારો,મારા હેતનો મહેરામણ સમજુઁ છુઁ .દીકરીઓ ખૂબ જ સુખી થાઓ !તમારા પર પરમેશ્વરના આશીર્વાદ ઊતરો !
May 23rd, 2008 at 2:45 am
i have been blessed with a daughter recently and i just cant imagine my daughter getting married and going away from me…really it made me cry. why it is so that all the daughters have to leave their home ??
October 19th, 2008 at 9:35 pm
મારે” દાદા હો દિકરિ…૨. વગડ મા..” સામ્ભડવુ ચ્હૅ.
પ્લિઝ્..
November 20th, 2008 at 10:17 am
હા ખરેખર મને મારા મમ્મિ-પપ્પાનિ યાદ આપિ ગયુ આ ગિત થન્કયુ વેરિ મચ . પન મને આનન્દનો ગર્બો સામ્ભલવો ચે ??????
November 21st, 2008 at 5:16 am
મરિ દિકરિ કરગરે ચ્હે પપ્પા મારે લગન નથિ કરવા, મમ્મિ પપ્પા સાથે જ રહેવુ ચ્હે, શુ કહુ
December 3rd, 2008 at 12:20 pm
yes. I always hear this song with tears in my eyes. I loves my three Daughter.
December 9th, 2008 at 9:28 am
I love all the gujarati songs that are posted here . Can you please give us link where we can download songs?
Thanks
January 10th, 2009 at 9:01 am
Song reminds me my marriage day and took me to the flashback!!!!!!!!!!!!!
March 18th, 2009 at 12:40 pm
અરે વાહ શુ વાત ચ્હે
તમ્ને ખુબ ખુબ અભિનદન્
શુ લખુ આ ગેીત વિશે
July 19th, 2009 at 8:37 am
Superb song; it took me in flashback and with tears in my eyes I remembered by late parents.
July 29th, 2009 at 10:11 am
નાઈસ
August 6th, 2009 at 11:47 pm
that is very true after listening to this song i was not able to stop my self from crying and this is such a song if someone does not cry is not a human and i salute the singer and the writer for writing such a nice song….and also thank full to you for putting this song on the website where we can listen to it….. i am really thankfull to you…..
August 22nd, 2009 at 10:51 pm
After long time I & my wife together listed this song, alway i love to hera this song & my heartiest & millions of Salute to our Beloved Shri Avinashji for giving us human feeling touch song & Lataji for singing & giving justifing its own class i am really greatful to them
October 26th, 2009 at 4:47 pm
ઘણુ સરસ
November 17th, 2009 at 12:55 pm
Yes no words to express anything for all time best song. You konw depth of this song only when you are father of a daughter.
Belive be honestly I try several time to listen this full song for more than 15 times but not able to listen it my heart loose its control and i have to stop the song.
it is therefore rightly said ” A son is son till he married,A daughter is daughter till she died”.
Let me add “Kuan Kahe Che Dikri tao Saap nao Bharo che, Ha, Kuan kahe che Dikri tao saap nao Bharo che, Vhala mitro, Dikri tao Tulsi nao Kyaro che”.
December 22nd, 2009 at 1:11 am
i m miss my parents when i listed this song. and i m not able to listed this song without tears in my eye
thank you so much to put song in tahuko .com
thank you
December 27th, 2009 at 2:45 pm
Very Good Song
Thanks for Sharing
December 29th, 2009 at 11:43 am
અભિનન્દ્ન્..
આ ગેીત સાભળિ મને વિચાર આવે છે કે વિદાય સમયે છોકરિ ઉપર સુ વિતતુ હસે….
January 22nd, 2010 at 2:58 pm
Very nice song I remember when my daughter got married 25yrs ago and tears came from her eyes and mine, while listening to this song.
January 28th, 2010 at 6:36 pm
very nice song i remeber when my sis married and she went away from us annd we really miss that married and by listen this song from my eyes tears came out annd it is very nice song ………don’t miss this song i like to listen every day .
March 3rd, 2010 at 9:06 pm
Respected Jayshreeben,
I am really thankfull to you and TAHUKO.COM for your great effort to preserve “GUJRATI ASMITA”.
Please send us ZAVERCHAND MEGHANIJI’s……..Chello Katoro Zer No Aaa Pi Jajo Bapu…….
March 12th, 2010 at 9:00 am
‘દીકરી - પારકી થાપણ’ આ વાત મને કોઇ દિવસ ગળે નથી ઉતરી. આખી જિંદગી પપ્પાની લાડકી - લગ્ન પછી પારકી
March 12th, 2010 at 3:26 pm
દિક્રરિ ને ગાય દોદે ત્યા જાય is no more in big Cities as this days they find their own suitable boy
April 6th, 2010 at 1:32 pm
bahu sundar che aa geet. mane bahu j game che
April 11th, 2010 at 2:00 pm
this is really a wonderful song everytime when i listened to this song i remember my marraige day now i am a mother of a sweet daughter and i cannot imagine live without her i wont be able to give away my daughter to anyone
April 19th, 2010 at 10:55 pm
દીકરી ઍ તો જૂઇની કળી ,
પૃભુ ને ચઢાવેલ પુષપો ની અવેજીમા મ્ને મળી.”
April 20th, 2010 at 4:43 am
DID YOU COME ACROSS ANY PARENTS WHO DIDN’T CRY AT THE “VIDAY NI VELA”?DAUGHYER IS INDIVISIBLE-INSEPARABLE PART OF PARENTS’–SPECIALLY A MOTHER’S LIFE. EVEN AFTER MANY MANY YEARS,EVENTHOUGH DAUGHTER HAS HERSELF HAS BOCOME A MOTHER, SHE IS ALWAYS A DEAR DAUGHTER TO A MOTHER.THAT IS ANCIENT INDIAN CULTURE. FAMOUS FRENCH WRITER ALEXANDER DUMMAS HAS SAID “THE FLOWER OR FRUIT WILL EVENTUALLY LEAVE THE TREE,BUT TREE NEVER LEAVES THE FLOWER OR FRUIT.’ GITA PATEL
May 1st, 2010 at 4:39 pm
Hi,
I wanted poems and qoutes on wedding in gujarati. On various topics could be father- daugther, only daughters viday,mehndi function, relatives invitation etc, I request if you or anyone could help me with those sites, or blogs, where i can get more of such stuff.
Priyank…..
June 16th, 2010 at 5:30 pm
તમે સાચુ જ કહ્યુ કે આ ગીત્ કોઇ પણ દિકરી સાભંળે તો આખ મા થી આસુ આવી જ જાય્….
મને પણ મારી દીદી ની વિદાય યાદ આવી ગયી…
ઃ)
આભાર્….
August 14th, 2010 at 4:49 pm
I am really thankful to you and TAHUKO.COM for your great effort to preserve “GUJRATI ASMITA”. JAy Jay Garvi Gujarat