સ્વર : મનહર ઉધાસ
This text will be replaced
છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.
પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.
નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.
અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.
- વિનય ઘાસવાલા
Share what you loved...
Email
આ ગઝલ કોઇની યાદ અપાવી ગઈ….
વાહ…ગુજરાતી ગઝલ ના બેતાજ બાદશાહ…બહુ વખતે ટહુકાંમા ટહુક્યાને…!!!!!!!
યાદ આવી ગઇ…….મઝા આવી ગઈ…..
વાહ ,પ્રભાતે જ ટહુકો ની આ ગઝલ સાંભળી ને , પ્રીતમ ની યાદ આવી ગઈ…
એમાં પણ મનહરભાઈ ક્યા બાત હેં …
ખુબ જ સરસ ગઝલ. મન છલકાઈ જાય એવી ગઝલ.
its Great Ghazal…I’m singing this Proffesionally tonight with Prof Musicians in DAGLO Program…Bay Area CA.
ખરેખર,
છલકતી આ ગઝલ જોઇ, પ્રીત ની યાદ આવી ગઈ…
તૂઝસે તો તેરી યાદ અચ્છી હૈ, તૂ આતી હૈ ચલી જાતી હૈ,
વો આતી હૈ ચલી નહી જાતી.
યાદની સાથે સાથે હ્રિદય વલોવિ ગઈ.
અતિ સુન્દર્…..
નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.
શુ વાત છે ઃ)