Category Archives: રજની કુબાવત

રજની કુબાવત

રજની કુબાવત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પરોઢિયે પંખી જાગીને - ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’



પરોઢિયે પંખી જાગીને – ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’

સ્વરાંકન : રજની કુબાવત
સ્વર : રજની કુબાવત અને કોરસ (વેણુ ભટ્ટ, સુરભી કુબાવત, ગાર્ગી માણેક, પૂર્વા વેકરીયા, રાધિકા જાની, પ્રાચી પટેલ)
સંગીત : દિપેશ દેસાઇ
આલ્બમ : સામિપ્ય

This text will be replaced

પરોઢિયે પંખી જાગીને
ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
નમીએ તુજને વારંવાર !