Category Archives: જયેશ ભટ્ટ

જયેશ ભટ્ટ

જયેશ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

તમારું સ્મરણ, સાંજ, ડૂમો અગાસી.... - જયેશ ભટ્ટ



તમારું સ્મરણ, સાંજ, ડૂમો અગાસી…. – જયેશ ભટ્ટ

સ્વર : મનન ભટ્ટ
કવિ : જયેશ ભટ્ટ
સ્વરકાર : મોહંમદ દેખૈયા

(તમારું સ્મરણ, સાંજ…. Photo by: Vivek Tailor)

* * * * *

This text will be replaced

તમારું સ્મરણ, સાંજ, ડૂમો અગાસી;
ભળે તળ-અતળમાં કણસ ને ઉદાસી.

કદી નાચી મથુરા કદી નાચી કાશી;
પીડા મારી થઈ ગઈ અરે! દેવદાસી.

હવાનું ઉપસ્થિત ન હોવું નદીમાં;
અને હાથ મારા નિરંતર ખલાસી.

રહો છો અલગ આપ ભીતર લગોલગ;
ત્વચાને ઉતરડી કરી છે તલાસી.

ન હું પી શક્યો કે હતી પ્યાસ ઘેરી;
ફરી પાછી રહી ગઈ મનમીન પ્યાસી.

થયું મારું મન સ્હેજ ભીનું કે તત્ક્ષણ-
થયાં વાદળો, વીજળી પણ પ્રકાશી.