Category Archives: સ્તુતિ શાસ્ત્રી

સ્તુતિ શાસ્ત્રી

સ્તુતિ શાસ્ત્રી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

સુરતનો વરસાદ... - નયન દેસાઇ



સુરતનો વરસાદ… – નયન દેસાઇ

જ્યારે ‘અમે અમદવાદી’ ગીત ટહુકો પર આવ્યુ’તુ. ત્યારે ધવલભાઇએ યાદ કરાવ્યુ’તુ કે કોઇ સુરતનું આવું ગીત શોધો…. મેહુલ સુરતીએ આમ તો સુરત શહેર પરના એક ગીતને સંગીત આપ્યું છે – પણ રેકોર્ડ નથી કરાવ્યું, એટલે હજુ પણ ટહુકો પર એ મેહુલો વરસે એની રાહ જ જોવી રહી.

મારા મમ્મી-પપ્પા સુરતી એટલે આમ જોવા જઇએ તો હું પણ સુરતી જ .!! પછી સુરતના વરસાદના આવા વખાણ થતા હોય તો નાચવાનું તો મન થાય જ ને.. જો કે આજનું ગીત સુરતીઓ સહિત બધાને જ નચાવે એવું છે.

સંગીત : હરીશ ઉમરાવ
સ્વર : હરીશ ઉમરાવ, સ્તુતિ શાસ્ત્રી

surat.jpg

This text will be replaced

પતરે ટપાક્ક ટપ છાંટા પડે, ને પછી નળિયા ખટાક્ક ખટ્ટ તૂટે
સુરતનો એવો વરસાદ…

બારીમાં કૂદે ભફાંગ કરી વાછટ, ને વીજળી વેરાય મૂઠે મૂઠે
સુરતનો એવો વરસાદ…

પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઉછળે ને તીર એની સાથે સટ્ટાક સટ્ટ છૂટે
સુરતનો એવો વરસાદ…

નેવાંની સાથ વળી ઝૂલતા કોઇ હિંચકાનું આછું કિચૂડકચ્ચ એવું
સુની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે એકલું પારેવું
રસ્તાઓ સુમસામ ખુલ્લા ફટ્ટાક જેમ શિવાજી શહેરને લૂંટે
સુરતનો એવો વરસાદ…