Category Archives: બેદાર લાજપુરી

ગઝલ – બેદાર લાજપુરી

શબ્દના એવા ગુના પણ હોય છે
મૌન રહેવામાં ડહાપણ હોય છે

વહેંચવાનો થાય જ્યારે વારસો
વારસોના દૂર સગપણ હોય છે

હર સમય કર્ફ્યુના ટાણે શહેરમાં
માર ખાતી એ ભિખારણ હોય છે

હોય છે માઠી દશામાં દૂર સૌ
લાગણીને કેવી સમઝણ હોય છે

હોય છે બેદાર ક્યારે એકલા
‘આપણી અંદર ઘણા જણ હોય છે’