ટહુકી રહ્યું ગગન !
ઓ ક્ષિતિજ આ ઉપવન.
રહ્યું સાંભળી મારું મન.
ક્ષણ ક્ષણનું આ ચિરંતન હાસ,
ક્યાંથી પ્રગટ ભયો ઉલ્લાસ ?
છલક છલકી લઇ આવે પવન
ટહુકી રહ્યું ગગન !
નવ ભીતર હું, નવ હું બહાર,
પુલક પુલક શો પારાવાર !
અગમ સંગ આ કશું મિલન !
ટહુકી રહ્યું ગગન !
Share what you loved...
Email