એક એવું આપણું સગપણ હતું,
લાગણી નામે તરસતું રણ હતું.
સાચવીને એટલે રાખી મૂક્યું,
જિંદગીનું રેશમી પ્રકરણ હતું.
દર્દનો આધાર પણ પૂરો હતો,
જીવવાનું એ જ તો કારણ હતુ.
પ્રેમને ક્યાં હોય છે છંદો, ગતિ, લય,
બંધનો વિનાનું બંધારણ હતું.
Share what you loved...
નિર્મિતા કનાડા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
લાગણી નામે તરસતું.... - નિર્મિતા કનાડા