Category Archives: મેધનાદ ભટ્ટ

મેધનાદ ભટ્ટ

મેધનાદ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

વ્હાલપને નામ નવ દઇએ - મેધનાદ ભટ્ટ



વ્હાલપને નામ નવ દઇએ – મેધનાદ ભટ્ટ

સ્વર : ફાલ્ગુની શેઠ
આલ્બમ : ટહુકે છે લીલીછમ ડાળ
સંગીત : અજીત શેઠ
paper pen

This text will be replaced

વ્હાલપને નામ નવ દઇએ
ઓ સખી, વ્હાલપને નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

કાળા તે અખ્ખરનો અમને ના મોહ સખી
આંસુથી પત્તર ભીંજવીએ

સુરજથી દાઝેલી વેણુંને એમ સખી
વર્ષાની વાત કેમ કરીએ
વેણુની સંગ વિત્યા દિવસોની વાત હવે
દરિયો…..

દરિયાનું નામ નવ દઇએ
હો સખી, દરિયાનું નામ નવ દઇએ

આંસુથી ભીંજેલા પત્તરને કેમ સખી
કોરો તે કાગળ આમે કહીએ

અમથી વહે જો કદી હવાની લહેરખી
તો વૈશાખી વાયરો ન કહીએ
માસે માસે જો ચહો વૈશાખી વાયરો તો
વાયરાનું નામ નવ દઇએ

Vahaalap ne naam nav daiye – medhanad bhatt