સામે કાંઠે
જંડી છે
આવતાંય અને જાતાંય
કોઇ અમૂલખ વસ્તુ
ભાષામાં
વાગી છે
પ્રેમની પ્રેમની પ્રેમની
કટારી
ભાષામાં
કેવું ઝીણું રે કાત્યું છે
નથી રાખ્યું કંઇ બાકી
ભાષામાં
લયના હિલોળે
આહા, પેટી ઘડી છે પુરુષોત્તમ
કેરી
ભાષામાં
ભાણાતીત ભાષાના તાળામાં, રે
આ તન્મય તન્મય
ભાષાકૂંચી
ફરતી રે
ખટ ખૂલવાની આશામાં
ભાષામાં.
હંમ્મ્મ્મ્મ…… કોઇ આ કવિતાનો આસ્વાદ કરાવશો??
અવાજથી ધ્વનિ સુધીની આ યાત્રા, મારા મગજ સુધી કંઇ પહોંચી નંઇ…
અહીં આજે ફોટાની જગ્યાએ આ બીજું કશું ભૂલમાં તો નથી મૂકાઈ ગયું ને? જયશ્રી…. ઊંઘતા ઊંઘતા તો આ પોસ્ટ મૂકી નથી ને ?