ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!
કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….
સ્વર : જયદીપ સ્વાદિયા
.
—————————-
Posted on July 25, 2006
સ્વર : આશા ભોંસલે
.
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
———————-
( આભાર ફોર એસ વી )
સાંભળો : દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી
પાઠ. 6.દવાખાનાનુ બિલ
લેખક. ડો. આઈ. કે. વીજળીવાળા
2009-10
બાળપણ ના દિવસો યાદ આવી ગયા. ગુજરાતી નિશાળ- ના કોઈ ફ્યુચર નું ટેન્શન ન કોઈ પરીક્ષા નું. ગામડા નું પ્રેમાળ જીવન. સાથેસાથે મમ્મી ની પણ બોવ યાદ આયી જાય છે. કેનેડા સેટલ થયે એક દસકો થયો પણ આ ગીતે મને પાછો બાળપણ માં લાવી દીધો. એક નાનકડી રિકવેસ્ટ, એક પાઠ આવતો હતો, ધોરણ ૬/૭/૮ માં ગુજરાતી માં કદાચ, જેમાં એક ડોક્ટર ના ત્યાં વરસતા વરસાદ અડધી રાત્રે માં નાનકડું બીમાર બાળક લઈને દંપતી જાય છે. મારા ખ્યાલ થી ડોક્ટર આય. કે. વીજળીવાળા લેખક છે, બટ આય એમ નોટ સ્યોર. કોઈ ને ખ્યાલ હોય તો પ્લીઝ reply કરશો.
દેખતા દીકરાનો જવાબ લખી સર્ચ કરો મળી જસે
કાવ્ય ના દરેક શબ્દે શબ્દે પ્રેમ છલકાય છે.
કોઈની પાસે આ કાવ્યનો દીકરાએ આપેલ કાવ્ય રૂપી જવાબ હોઈ તો મુકવા વિનંતી. એનો જવાબ છે. પણ એ કાવ્ય મળતું નથી એક વખત છાપામાં આવ્યું હતું. કટિંગ સંગ્રહ કર્યું હતું પરંતું મળતું નથી
દેખતા દીકરાનો જવાબ લખી સર્ચ કરો મળી જસે
આંધળી માં નો કાગળ જો રતીકુમાર વ્યાસ ના અવાજમાં હોત તો તેની કરુણતા અલગજ હોત , જે ખરેખર ઓરિજનલ છે.
Verry nice song
બહુ જ સરસ કાવ્ય શાળા ના દિવાસો યાદ આવી ગયા ….મજા પડી ગઈ .. ખુબ ખુબ આભાર તમારો..
Very Touch able
જોરદાર
લાજવાબ છેલા ૧૦ વરસ થી શોધતો હતો હવે મળયુ છે
મજા આવી ગયી
માફ કરશો, પ્રફુલ્ દવે ના સ્વર મા
આ ગેીત પુર્શોત્તમ ઉપાધ્યય ના સ્વરે ચે તે મોકલ્શો.
ખુબ અજ સરસ ગીત લખિયુ છે… અતિ ઉત્ત્મ…..
vary nice
Khub j saras geet che. Varso thi sabhali e che. To pan mann bharatu j nathi. Jayshriben tame khub j sunder karya kari chho. Ketlaye nava ane juna geeto maanvano aanand male che.
Aa geeto ne sambhalva hoy to shu karvu?
Pahela to hu roj geeto sambhalti hati pan have khyal nathi aavto k kevi rite sambhalvu?
pls let me know… please reply
Khub j saras geet che. Varso thi sabhali e che. To pan mann bharatu j nathi. Jayshriben tame khub j sunder karya kari chho. Ketlaye nava ane juna geeto maanvano aanand male che.
Aa geeto ne sambhalva hoy to shu karvu?
Pahela to hu roj geeto sambhalti hati pan have khyal nathi aavto k kevi rite sambhalvu?
pls let me know…
શાળા માં આ ગીત કવિતા રુપે ભણ્યા હતા. એ વખતે પણ આન્ખો ના ખુણા ભિન્જાઈ જતા હતા અને આજે પણ. એજ આ ગીત ની વિશિષ્ટતા છે.
આભાર.
Lovely. I had taught dis poem to my students. Very touchy & emotional. I literally cried when I heard first time. Lovely.
ખુબ સરસ…. send more gujarati song
**** વાહ ભાઈ વાહ….. ગમ્યું॰
* જયેશ શુક્લ.”નિમિત્ત”.
Very nice…… I like..
Good
અમુલ્ય!!! ગુજરાતી ભાષા નો વૈભવી વારસો ટકાવી રાખવા બદલ આભાર…
Nice song of “Aadhali Maa no kagal”
બોજ સરસ ગીત છે