વીસ વર્ષ પહેલા.. જયારે Smartphone, Social Media, Instagram અને YouTube Shorts એ દુનિયા માથે ન્હોતી લીધી … ગુજરાતી blogs ની એક નાનકડી દુનિયાએ, દેશ છોડીને વિદેશ ભણવા આવેલી એક છોકરીને સહારો આપ્યો. એક-બે કવિતાઓ એણે બીજા bloggers ને મોકલી , એમાંથી એક મિત્ર એ કહ્યું – તારો પોતાનો બ્લોગ શરુ કર! બીજા થોડા મિત્રોએ કહ્યું – blogging સહેલું છે, અમે મદદ કરશું. અને 12મી જૂન, 2006 ના દિવસે – આમ કહો તો રમત રમતમાં – ટહુકો અને મોરપિચ્છ – બે નવા બ્લોગની શરૂઆત થઇ .. અને સાચા અર્થમાં જીંદગીની દિશા બદલાઈ ગઈ.
ટહુકોએ મને શું આપ્યું એની Balance Sheet નથી બનાવવી આજે – પણ ટહુકો સાથેના પ્રવાસમાં જે જીગરજાન મિત્રોનો સાથ રહ્યો – એ બધાને ખૂબ ખૂબ વ્હાલ સાથે એમનો ઋણ સ્વીકાર કરવો છે.
વધારે નહિ કહું – શબ્દો ઓછા પડે છે … પણ આ મારા ખુબ ગમતા બે ગીતો સાંભળો ☺️
.


Tahuko word itself is soo–oo soothing that one just falls in love with this website. You have done wonders for Gujarati literature and music. God bless you for your untiring efforts token going even under some adverse circumstances. Congratulations for 20th Anniversary and wishing you many more to come. Thank you from the bottom of my heart.
વહાલા ટહુકોને બે દાયકાની જાજવલ્યમાન સૂરીલી સફર પૂરી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન…
કૂકડાની બાંગ કરતાંય વધુ નિયમિતતાથી જે સાઇટ ગુજરાતીઓની સવાર સોહામણી બનાવતી હતી, એ સાઇટ ફરી એકવાર પહેલાંની જેમ જ કાર્યાન્વિત થાય એ જ શુભેચ્છા ફરી એકવાર આ વરસે પાઠવું છું…
અભિનંદન અને સ્નેહકામનાઓ..