મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ
અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

2 replies on “મોકલું – હનીફ સાહિલ”

  1. સુંદર ગઝલનો અંતિમ શે’ર કાબિલે-દાદ છે!
    સુધીર પટેલ.

  2. વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
    ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

    mind blowing

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *