Category Archives: ઇન્દુકુમાર ત્રિવેદી

ઇન્દુકુમાર ત્રિવેદી

ઇન્દુકુમાર ત્રિવેદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ફફડાટ - ઇન્દુકુમાર ત્રિવેદી



ફફડાટ – ઇન્દુકુમાર ત્રિવેદી

ઘરે
રજાના દિવસે બપોરે
થયું મને
કૈં ઠીકઠાક ગોઠવું,
ત્યાં છાજલીમાં ચીજને ખસેડતાં
અજાણતા સ્હેજ અડી જતાંમાં
ઈંડું દડ્યું નીડથી ભોંય, ફૂટયું :
હૈયે થયો ત્યાં ફફડાટ પંખીનો.