ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ડૉ. જગદીપ નાણાવટી


ડૉ. જગદીપ નાણાવટી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આભમાં ભિનાશ જેવું છે કશુંક - ડૉ. જગદીપ નાણાવટી
ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું - ડૉ. જગદીપ નાણાવટી



ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું - ડૉ. જગદીપ નાણાવટી

આજની આ ગઝલની પૂરેપુરી credit ડૉ. જગદીપ નાણાવટીને.. શબ્દો, સ્વર, સંગીત… બધું જ એમનું. (સંગીત માટે એમણે કિશોરકુમારનું ઘણું જ જાણીતુ ગીત - આ ચલ કે તુઝે.. નો ટ્રેક વાપર્યો છે.)

This text will be replaced

ખંડેર સમા આ જીવતરમાં બચપણની પળને શોધું છું
લાચાર કર્યો મોટા બનવા જેણે, એ છળને શોધું છું

મસ મોટા દંભ તણા તાળાં, સંશયની સાંકળ પગે પડી
માણસ આખ્ખાને ખોલી દે કોઈ એવી કળને શોધું છું

ઘોંઘાટ, રૂધિર જાણે થઈને, નસ નસમાં વહેતું મનખાની
ટહુકા, કલરવ, સાતે સૂરમાં વહેતાં ખળ ખળને શોધું છું

સૂરજ અજવાળાને બહાને હરરોજ દઝાડે રૂદિયાને
છો ટમટમતું, પણ તારાના શીતળ ઝળહળને શોધું છું

શબરીએ ચાખી ચાખીને ભગવનને દીધા’તાં બોર ઘણાં
અણજાણે ત્યાંથી દડી પડ્યાં એકાદા ફળને શોધું છું

મંદિર મસ્જિદ ગિરીજા તો શું, મયખાને પણ હું ફરી વળ્યો
જ્યાં ઓળખ મારી મળે મને બસ એવા સ્થળને શોધું છું

એક વર્ષ પહેલા : બરફનાં પંખી - અનિલ જોશી

બે વર્ષ પહેલા : ધ્રુસકે ચડશે - કૃષ્ણ દવે, ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ - ભાગ્યેશ જહા

આભમાં ભિનાશ જેવું છે કશુંક - ડૉ. જગદીપ નાણાવટી

 

વાદળે વિખવાદ જેવું છે કશુંક
ચોતરફ ફરિયાદ જેવું છે કશુંક 

આભમાં ભિનાશ જેવું છે કશુંક
આંખમાં વિષાદ જેવું છે કશુંક
 
ટોડલે ચિતરેલ ટહુકે મોરલા
ગામમાં વરસાદ જવું છે કશુંક
 
નાવ કાગળની અને ખાબોચીયા
બાળપણના સાદ જેવું છે કશુંક
 
એ નિતરતાં કેશ ને ભીનું બદન
જો , હજુ ઉન્માદ જેવું છે કશુંક
 
સાંભળી નેવા ટપકતાં થાય , કે
મૌનને સંવાદ જેવું છે કશુંક
 
હર્ષની હેલીઓ મુશળધાર છે
ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક

- ડૉ. જગદીપ નાણાવટી

એક વર્ષ પહેલા : તો સાંભળું... - સુરેન ઠક્કર 'મેહુલ'

બે વર્ષ પહેલા : H वो चुप रहें तो मेरे दिल के दाग जलते है