Category Archives: ત્રિલોક મહેતા

ત્રિલોક મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કોઇ પણ છેડેથી કાપી જો મને - ત્રિલોક મહેતા

કોઇ પણ છેડેથી કાપી જો મને – ત્રિલોક મહેતા

લાવ, તારો હાથ આપી જો મને
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું
લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત
કોઇ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું
જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઇની જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.

-  ત્રિલોક મહેતા

Share what you loved...