નીલ આકાશનો ઉઘાડ,
મંદ મંદ હવા,
ઘાસની સુકુમારતા અને ધરતીની હુંફ,
તારી સાથેના ભાંગ્યાતૂટ્યા શબ્દ,
મારા જાગરણના સાથી.
પોઢી જઇશ ત્યારે ઓઢી લઇશ
તારલિયો અંધકાર,
તારી સ્મૃતિ
Share what you loved...
હસમુખ પાઠક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
મારા જાગરણના સાથી - હસમુખ પાઠક