Tag Archives: ભગવતીકુમાર શર્મા

चाँद से लिपटी हुई सी रात है, पर तु नहीं (ગઝલ) ~ કવિ: ભગવતીકુમાર શર્મા ~ સ્વરાંકન: રથિન મહેતા ~ સ્વર: રાસબિહારી દેસાઈ 

કવિ: ભગવતીકુમાર શર્મા
સ્વરાંકન: રથિન મહેતા
સ્વર: રાસબિહારી દેસાઈ

चाँद से लिपटी हुई सी रात है, पर तु नहीं,
ફૂલના હોઠે’ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બંનેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે?
हर तरफ़ बरसात ही बरसात है, पर तू नहीं

मौसम-ए-बारिश में कश्ती को डूबोना चाहिए,
પત્ર રૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી.

આંગણાંની ચિર પ્રતીક્ષાની કસોટી છે સતત,
तेरे नक़्श-ए-पा के इम्कानात हैं, पर तू नहीं

है ज़मीं बंजर मगर यादों की हरियाली भी है,
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

ઠીબમાં સારેલ અશ્રુ(ઓ) પીવા ઊડી ગયાં,
पंछी की आवाज़ में नग़्मात हैं, पर तू नहीं

बोझ आहों का अकेला मैं उठा सकता नहीं,
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નહીં

***