મિત્રો, તમને જાણ તો હશે જ કે શનિવારે ‘શિકાગો આર્ટ સર્કલ‘ના મિત્રો તરફથી આપણા કવિ શ્રી ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને ગયા શનિવારે સાંજે શિકાગોમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવવામાં આવ્યા હતા. આ સાથે જ આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર જણાવું ?……… અચ્છા ચાલો, હવે બહુ રાહ નહીં જોવડાવું, એમ પણ શિર્ષક પરથી તો પેપર ફૂટી જ ગયું ને… 🙂
આપણા ગુજરાતી બ્લોગ જગત માટે એક અત્યંત આનંદનાં સમાચાર એ છે કે શિકાગોનાં એ જ બે દિવસીય કાર્યક્રમનાં ભાગરૂપે રવિવારે મુનશી ત્રિપુટીનાં ગુજરાતી સુગમ સંગીતનાં કાર્યક્રમ દરમ્યાન આપણા વ્હાલા ટહુકો.કૉમની સંચાલક ટીમ, જયશ્રી અને અમિતને, ટહુકો.કૉમ દ્વારા થતી ગુજરાતી સાહિત્ય અને સંગીતના અવિરત પ્રચારની નિ:સ્વાર્થ પ્રવુત્તિ માટે ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રો તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગુજરાતી બ્લોગ જગતમાં ચાલતી સાહિત્યિક પ્રવૃત્તિની નોંધ અગ્રગણ્ય અખબારોએ તો ઘણા વખતથી લેવા જ માંડી છે. હવે બ્લોગજગતની પ્રવૃત્તિને એવોર્ડ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા સૌ માટે અત્યંત ખુશી અને ગૌરવની વાત છે.
સૂરજની બાંગ પુકારતા કૂકડા જેટલી નિયમિતતાથી ક્યારેક શબ્દ તો ક્યારે શબ્દ સાથે સૂર પીરસતા ટહૂકો.કૉમ અને એની ટીમને મારા, ધવલ અને વિવેકનાં પરિવાર તરફથી તથા ઊર્મિસાગર.કૉમ અને લયસ્તરો.કૉમનાં વાચકો તરફથી તેમ જ આપણા સમગ્ર ગુજરાતી બ્લોગ જગત તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… અને ભવિષ્યમાં આવા ઘણા પારિતોષિક મળતા રહે એવી અઢળક શુભકામનાઓ…
આ ૧૦૦મી કોમેન્ટ આપતાં આનંદ થાય છે. India Postના આ કાર્યક્રમો વિશેના અહેવાલની લીંકઃ
http://www.indiapost.com/community-post/8951-Gujarati-Kavi-Sammelan-musical-evening-big-hit.html
અન્ય પેપરો વગેરેમાં પણ અહેવાલ આવશે. ભાવકોને વિનંતી કે શક્ય હોય તો લીંક આપે.
શિકાગો આર્ટ સર્કલે કાર્યક્રમોની બનાવેલી ડીવીડીમાંથી પણ ટહુકો વિશેનો ભાગ યુટ્યૂબ પર અપાય તો સરસ.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
વાહ. અમારી પ્રિય સાઈટ ને મળેલ આવા ગૌરવ થી ખુબ ખુશ થવાયું. ‘ટહુકો’ છે જ એવો ને એટલો મીઠ્ઠો!
અભિનંદન્
No more parallel prograamming
congratulations!
રોજ રોજ તાજો “ટહુકો” કરતા જયશ્રીબેન તથા અમિતભાઈને ખૂબ ખૂબ અભિનંદન !
ખુબ ખુબ અભિનન્દન્
I can’t read what’s it about …. but well I want to say GOOD JOB Jayshree! Congratulations!
અભિનંદન! આ સાહિત્યના પ્રચાર પ્રસારની આ પ્રવૃત્તિ આમ જ ચાલુ રહે એવી શુભેચ્છા!
ખુબ ખુબ અભિનંદન
ખુબ ખુબ અભિનન્દન ..
ખૂબ ખૂબ અભિનંદન. એક ભેખ ધરીને ગુજરાતી સાહિત્યની આપ સેવા કરી રહ્યા છો. આવનારા સમયમાં તમારા જેવા યુવા પેઢીના નેતૃત્વને લીધે ગુજરાતી ભાષા જીવશે જ! very well deserved.
ટહુકો.કોમને મારી અનેકાનેક શુભેચ્છાઓ…..
ગુજરાત ટાઇમ્સમાઁ અહેવાલ જોઇ ખુશ થવાયુઁ.
ખુબ ખુબ અભિનંદન અને
ખુબ ખુબ ધન્યવાદ
ખુબ ખુબ અભિનન્દન .
ખુબ ખુબ અભિનન્દન….
many many congreats to both of u..keep it up
ખૂબ ખૂબ અભિનંદન ! ભાવિની મંગલ કામનાઓ
ર્હાદિક આભાર તથા ધન્યવાદ્
Congrats Jayshree & everyone invovled w/ “Tahuko.com”.
Jai Garvi Gujarat!
ખુબ ખુબ અભિનન્દન….
ખુબ ખુબ અભિનન્દન જયશ્રી અને અમિત!
Jayshreeben-Amitbhai,
Congratulations to you and your tahuko team.Really you deserved it there is no doubt about it.keep it up.well done.
જયશ્રીબેન અને અમિતભાઈને હૃદયપુર્વકના અભિનંદન. “અકિલા”માં મોનાબેનનો ઉર્મિસાગર.કોમ વિષે લેખ વાંચ્યા પછી એક સાઈટ મળી અને પછી ટહુકોની પહેચાન થઈ. આજે આ સાઈટને પરદેશમાં બહુમાન મળે છે અને તે પણ એક મોટા સાહિત્ય આર્ટ સર્કલ પાસેથી, તે બહુ મોટી અને આનંદની વાત છે. પરદેશમાં ઘણા ઘર એવા હશે જ્યાં ગુજરાતી છાપાઓ કે મેગેઝીન નહીં આવતાં હોય ત્યાં ઘર બેઠાં આવી ગુજરાતી સાહિત્ય પીરસતી સાઈટોનું બહુ મહત્વ છે.
ફરીથી અભિનંદન અને ગુજરાતી ભાષાનું સાહિત્ય પીરસતાં રહો એવી આકાંક્ષા.
પ્રિય જયશ્રિ અને અમિત,
રોજ સવારે અમરા ઘરમા તહુકો કરનાર જયશ્રિ તે આ જ જયશ્રિ એ તો બેીજા દિવસે જાન્યુ..ખુબ જ આનદ થયો.તમારા જેવેી યન્ગ જન્રેશન જો ગુજરતેી ભાશામા રસ લેશે તો ભાશા જરુર નહેી જ ભુલાય . અશરફ ભાઈ અને મધુમતિબેન ને પન ધન્યવાદ્.
ખુબ ખુબ અભિનંદન…
આમ જ આગળ વધતા રહો……
પ્રિય જયશ્રી તથા અમિત,
ખુબ ખુબ અભિનંદન.તમારો ટહુકો ફુલે અને ફળે,અમને રોજ રોજ મધુર ગીતો સાંભળવા તથા વાંચવા મળે.
ગુજરાતી ભાષાની તેમજ તેના સાહિત્ય અને સાહિત્યકારોને અમારા સુધી પહોંચવાડવા બદલ તમારો ખુબ ખુબ આભાર.તમારી આ નિશ્વાર્થ સેવા ગુજરાતી ભાષાને અલુપ્ત થવા નહિ દે કારણ કે દેશવિદેશના સહુ લોકો તેનો લાભ લઈ શેકે છે અને લઈ રહ્યા છે.
પપ્પા,મમ્મી,વિશાલ તથા રોમિલા.
અમારા દિવ્ય ભાસ્કરનું નવું સૂત્ર છે – આગળ વધો, વધતા રહો. આ તમને પણ લાગુ પડે છે – શબ્દશઃ. અભિનંદન
Hearty congratulations. You were deserving it.
CONGRATS UPON YOUR BEST ACHIEVEMENT FOR GUJARATI POEMS,RATHER LITERATURE.I AM ALWAYS EVERYDAY FINDING PLEASING POEMS WITH EXPLANATION. THANK YOU BOTH.
Dear Jayshree and Amit,
Congratulations and best wishes for a well-deserved honor for your dedication, sincerity and love for Gujarati Poetry and Music. All my friends and family members and myself join many others in congratulating you and your colleagues for this honor. With warmest regards,
Dinesh Uncle from Gainesville, Florida, USA
અભિનંદન.
ખૂબ ખૂબ અભિનંદન ! ભાવિની મંગલ કામનાઓ !
Congratulations. Keep up the excellent work you are doing for community.
મારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન…
સમાચાર વાચ ખુબજ્ આનન્દ થયો.
જયેન્દ્ર ઠાકર.
Congratulations,
Jayshree, Amit and entire Tahuko Team.
ટહૂકાએ બ્લોગ-જગતને અને અન્ય સંગીતપ્રેમી જગતને મધુરતાથી ભરી દીધુ. ખુબ ખુબ અભિનંદન.
ેHeartiest congratulations for receiving well deserved Award
hi……jayshree didi….
many many congratulations…..
u really deserves it……
Umda kam mate Umda Award…Haji bija malse j
ખોબલે ખોબલા વધાઈ અને શુભેચ્છાઓ…
જયશ્રી,
તમને અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન!!!!
હાર્દિક વધા ઈ
જયશ્રી-અમિત-ટહુકો સાહિત્ય-સંગીતનો સંગમ-સમન્વય.
Well Deserved Award and Felicitation.
ખૂબ-ખૂબ અભિનંદન. આગળ પણ ગુજરાતી સાહિત્ય અને સંગીતને સુંદર રીતે પિરસતા રહેશો તેવી અભ્યર્થના.
યોગિની & ઉલ્લાસ ઓઝા
જયશ્રી અને અમિત ને ખુબ ખુબ અભિનંદન… ટહુકો નો ટહુકો વધુ મધુર બન્યો. તમારું તપ ફળ્યું. અમે રાજીપો વ્યક્ત કરીએ, હરખ મનાવીએ.
ગુજરાતિ ભાષા ના લુપ્ત થવા અંગે ચાલી રહેલી વાતો વચ્ચે ઘણી જ શાતિં આપે તેવા આ સમાચાર મળ્યા. ગુજરાતી બ્લોગ પ્રવૃતિ માટે આ ખુબ જ પ્રોત્સાહક સંદેશો છે.
બધા જ ગુજરાતી બ્લોગ ફુલેફાલે અને દેશવિદેશમાં ગુજરાતી સહિત્યને વધુ સમૃધ્ધ બનાવે તેવી શુભેચ્છાઓ.
યોગેશ ચુડગર.
આપને ઘણા અભિનંદન. ૪૦ વર્ષની ઊપરની કોઇપણ વ્યક્તિને આ સાઈટ બતાવો તો તેમને જરૂરથી ગમી જાય.
ખરેખર તમે અભિનન્દનને પાત્ર છો. તમે જે સરાહનીય કામ અમેરિકા બેઠા કરો છો એવું કામ તો મારા હિસાબે અહી ભારતમાં પણ કોઇ કરતું નથી. તમારા નિઃસ્વાર્થ કામ માટે દરેક ગુજરાતી હંમેશા માટે તમારો ઋણી રહેશે.
Dear Amit Jayshree
& Tahuko
You really have done good work & this award is just endorsement of it.
it is byproduct of your passion for our language, you never did for award. But it shows that your passion does have recognision from our people, though in minority. It is surely appreciable that instead of giving lectures on
future of Gujarati language you have started whatever you could for matrubhasha.
શુ વાત છે……
ખરેખર…….
મઝા આવી ગઈ……
મરા વતી તમોને આ દુનિયા નુ સૌથી વધુ ઊષમાસભર અભિનંદન.
many many congreats to both of u..keep it up
Congratulations – well deserved!
આપણા ટહુકો.કોમને જે સન્માનથી નવાજવામાં આવ્યો એ એક ઉમદા પ્રકારની ઉપલબ્ધિ તો ખરી જ પણ,નિઃસ્વાર્થ ભાવે,યોગ્ય દીશામાં થઈ રહેલી સતત અને સખત મહેનતની કદર પણ ખરીને..!
ટહુકોની ટીમ-જયશ્રી અને અમિત-ને એમની આ ઉપલબ્ધિ બદલ હાર્દિક અભિનંદન.
ગુજરાતી ભાષાના પ્રચાર અને પ્રસારના એક સશક્ત માધ્યમ તથા શબ્દ
અને સૂરના ટહુકાને -ચીરંજીવી ભવ- આશીર્વાદ સાથે કોટિ-કોટિ શુભકામનાઓ.