હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)

આજે ફરી એકવાર આ રમતિળાય – રમતનું ગીત – અને સાથે સાંભળીએ આ ગીત કેવી રીતે બન્યું એની થોડી વાતો… આભાર, પ્રહર અને ગૌરાંગ કાકા!

——————————–
Posted on : Nov 27, 2010

આમ તો વર્ષોથી ટહુકો પર ગૂંજતું આ મઝાનું ગીત… આજે ફરી એકવાર સાંભળીએ .. મન્ના ડે ના દિગ્ગજ સ્વર સાથે..!!

સ્વર – મન્ના ડે

.

——————————–
Posted on January 2, 2007

સંગીતકાર : ગૌરાંગ વ્યાસ

આ ગીત મારા ઘણા ગમતા ગુજરાતી ગીતોમાં આવે… આખો દિવસ આ જ ગીત વાગે તો પણ આરામથી સાંભળી શકું…. અને જ્યારે પણ સાંભળું ત્યારે ઓછામાં ઓછા 5-6 વાર તો સાંભળવું જ પડે.. ત્યાં સુઘી તો મન ઘરાય જ નહીં… (બિચારી મારી South Indian Roommates.. 2 કલાક સુધી હુ તુ તુ તુ સાંભળ્યા કરે…) અને સૌથી મજા આવે ગીતની આ પંક્તિઓ ગાતી વખતે… ( એ સમયે ઘરમાં કોઇ હાજર હોય તો એને ભગવાન બચાવે…)

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ તુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ તુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

સ્વર – આશિત દેસાઇ

.

હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

90 replies on “હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ (Melody Eve with Prahar)”

  1. ભેરુ નો દેખાવ કરી ને ખેલ ખેલતા ઊંચે શ્વાસે
    પર ને કેમ પરાજિત કરવો અંતર પ્રગટી એક જ આશે…
    દુન્યવી વ્યવહારો ને અદભુત રીતે સ્વર બદ્ધ કર્યા છે .
    શ્રી અવિનાશ વ્યાસ અને શ્રી ગૌરાંગ વ્યાસ બંને પિતા પુત્ર એ ગુજરાતી સાહિત્ય ને નવી ઊંચાઈ આપી છે.એક ગુજરાતી તરીકે હું તેઓ નું ઋણ સ્વીકારું છું.
    “વિશ્વ ભાષા ની ક્યાં ના છે ?
    પણ ગુજરાતી તો મારી મા છે.”
    -જીતેન સ્મિત.(જે.જી.ગોન્ડલિયા) સાવરકુન્ડલા.

    • સાચે જ કહ્યું આપે.. ૧૯૭૦-૭૧ ની સાલમાં વાજા પેટી અને તબલાના તાલ સાથે શબ્દોની અટપટી જાળીને આમ અદભુત સ્વર-રચનામાં કેદ કરવાનું કામ તો માનનીય દિગ્ગજ વડીલો આદરણીયશ્રી અવિનાશ દાદા અને આદરણીયશ્રી ગૌરાંગ સર જ કરી શકે.. મારા માતા અમદાવાદ મ્યું.કો.ની શાળામાં શિક્ષિકા હતા, અને એ અરસામાં, કે જ્યારે હું ૪-૫ વર્ષનો હતો ત્યારે રેડિયો પર આવતા આ ગીત સાથે મારા માતા લયબદ્ધ રીતે ગાઈને કાયમ સૂરમાં સુર પુરાવતા હતા, એ હજુ પણ હું વાગોળી રહ્યો છું.. ગુજરાતી ભાષા ખૂબ સમૃદ્ધ કેમ બની હશે! એના મૂળમાં આવા ભગીરથ પ્રયાસો અને સઘન સાધના રહેલી છે.. પ્રભુ આપણી ભાષાની સમૃદ્ધિ આવનાર તમામ પેઢીઓમાં જાળવી રાખે, એજ પ્રાર્થના સહ, અહી વિરમું છું!

  2. આ ગેીત ગૌરન્ગ ભઐનેવ્ કન્થે સામ્ભળ્વા નેી એક ઓર મજ હતેી,

  3. વારંવાર સાભળવા જેવી આ રચના દાદ આપવી પડે ઍવી છે એના પડઘા હજુ સભળાય છે ………નિરંતર…….

  4. Enjoyed beautiful song of Late Shri Avinash Vyas sung by Shri Asit Desai. But unfortunately I cannot listen the voice of Manna De. Is there a fix to this problem? Thanks

  5. આ ગીત કેમ હવે વગાડી શકાતું નથી? કોઈ બતાવશો?

  6. Thank You Jayashree for once again giving us experience of joy of listening this great powerful and vibrant song after a long time.

    Thanks again.

    Madan Dave

  7. The song i heard at Rajpath Club sung by Respected Mannadeji’s age nearer to 75 years old.It’s my luck to remain present at the event organised by GEACE,Ahmedabad

    m m shah

  8. મારુ મનગમતુ ગીત..આવિનાશભાઈ ની સુન્દર રચના..અને મન્ના દે નો અવાજ…વાહ, મજા આવી ગઈ.

  9. જોશ ચડે તેવું સરસ ગીત છે. મન્ના ડેના સ્વરમાં વધરે સારું લાગે છે.

  10. રમત અને જિંદગીનો સુભગ સંયોગ,ઘણુ કહી જાય છે, સાંભળતા આવડવુ જોઈએ……………

  11. અવિનાશભાઇએ જે માનવના મનનું અદભુત આલેખન કર્યું છે તે દાદ માંગી લ્યે તેવું છે.૨૦ લિટીમાં તેમણે જીવનની ફિલસુફી રજૂ કરી આપણને જાગૃત અને વિચારતા કરેલ છે.
    વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
    પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

    કે પછી
    પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
    વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
    ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

    કે
    જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
    કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

    શું શું કહી જાય છે ?

    આનાથી દુર રહી સદાચારની જીન્દગી જીવીયે તો આપણે અવિનાશભાઇને સાચી શ્રધ્ધાંજલી આપી એમ કહેવાશે.

    જયશ્રીબેન, you simply unique. Hats of to you for your contribution towards Gujarati language and more particularly to Gujarati Poetry.

  12. ગયા શુક્રવારે રાસભાઈ- વિભાબેન્.. સાથે અમારે ઘરે સન્ગીત્ત સત્સન્ગ…. એમા… આ ગીત ઉપર એક કલાક સુન્દર આપ લે થઈ…!

  13. શું જોગાનુજોગ છે, દોસ્ત! ગઈ કાલે જ એશિયાડમાં આપણે પુરૂષો અને મહિલાઓ- બંને શ્રેણીની કબડ્ડીની રમતમાં સુવર્ણ પદક જીત્યા…

  14. Oh So nice song, not only you enjoy this songs as many as times you listen, but also brought some nostalgic moment for me, I remember I sung this song during our Independence Day celebration – Aug. 1978 in Mumbai and won first prize, a fountain pen !!! my own first fountain pen. I never found this version of Manna Day ji over ineternet ever. Millions of thanks to you Jayshree, GOD bless you.

  15. ભારત ૨ ગોલ્દ જિત્યુત્યારે આ જ રમતનુ ગેીત સાભલી ગૌરવ અનુ ભવ્યુ!!!

  16. વાહ, આજે મારા હ્રદય ના ધડકારા જોરથેી ધબકવા લાગ્યા.

  17. તારો ગુજ્રરાતિ સાહિત્યનો પ્રેમ મને બહુ ગ્મ્યો

  18. ખૂબજ સુંદર હુતુતુતુતુ… જીન્દગીની રમતનું જ્ઞાન સાથે ગમ્મત આપતું ગીત..ઉષા

  19. ખૂબજ સરસ જગતના મેદાનમાં રમતાં માનવી ઓની હુતુતુતુતુતુની રમતની તુલના.


  20. I would like to say, this song is just awesome!!!
    It explains some sufi thoughts in a easy understandable way.
    I like this song so much, Thanks a lot to post this song.

  21. Can you write down (Shown).how much MB required to listen onw song. Because i have some limited Quota for of internet service. So i can save some quota to listen some songs.

    Thank you.

  22. અરે જયશ્રિ મેમ , પેલુ સોન્ગ મલ્યુ કે નહિ? “ગોકુલ મા આવોતો કન્હા હવે રાધા ને મુખ ના બતાવ્શો.મેમ કઇક કરો તમે સામ્ભલ્ય્યુ લાગ્તુ નાથિ પ્લ્.કઇક કરો આભાર જ્યેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *