હેપ્પી બર્થ ડે, ટહુકો.કોમ…

OLYMPUS DIGITAL CAMERA

*

જન્મે કે સંસ્કારે ગુજરાતી હોય અને ઇન્ટરનેટ સાથે થોડો પણ ઘરોબો હોય એ માણસે ટહુકો.કોમ પર પોતાની મનગમતી કવિતાઓ વાંચી-સાંભળી ન હોય એવું બને તો એ મહા આશ્ચર્યની વાત છે… છેલ્લા છ વરસથી શબ્દ અને સૂરને તાણાવાણાની જેમ એકમેકમાં ગૂંથીને વિશ્વગુર્જરીના ઘરે ઘરે પહોંચાડવાનો નિઃસ્વાર્થ ભેખ લેનાર ટહુકો.કોમ આજે છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે એ દરેકેદરેક કળા-સંગીતરસિક ગુજરાતીઓના પોતાના ઘરે કેક કાપવા જેવો મહોત્સવ છે કેમકે આ સૂરનગરના રસિયાઓ વિના તો આ દિવસ આવવો શક્ય જ ક્યાં હતો?

જયશ્રી અને અમિત વતી ટહુકો.કોમની આ વર્ષગાંઠે હું ટહુકો.કોમના સમસ્ત ચાહકવૃંદનું સવિનય અભિવાદન કરું છું, આભાર માનું છું અને સૂર-શબ્દની જેમ જ એકાકાર બની ગયેલી જયશ્રી-અમિતની જોડીને ટહુકો.કોમની વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું..

વર્ષગાંઠ મુબારક હો, વહાલા ટહુકા !

*

કોઈનીય સાડીબારી રાખ્યા વિના
સમય
સતત ચાલે છે –
એકધારી ગતિથી.
એની સાથે સાથે
ફક્ત
ઝાડ જ વધે,
ડાળો લંબાય,
પાંદડાઓ ફૂટે,
ફળ પાકે
ને ફૂલો જ મહોરે એવું નથી.
ઝાડની જીભ પણ વિકસતી હોય છે…

બહાર પણ અને અંદર પણ
એક ટહુકો
સતત ખુલતો રહે છે –
એકધારી ગતિથી…

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૬-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA

69 replies on “હેપ્પી બર્થ ડે, ટહુકો.કોમ…”

  1. ખુબ(૨) અભિનંદન……………

    સવારે કોયલનો ટહુકો,
    ને સાંજે ટહુકાનો,
    ગુડ ડે ‘ને
    ગુડ નાઇટ

  2. ટહુકો.કોમના જન્મ દિને…ખાસ મારા તરફથી થોડા ટહુકા…

    ઉદાસીને પળમાં હરી જાય ટહુકો
    પલટ નાવને લાંગરી જાય ટહુકો

    શુકન અપશુકનનાં નગરમાં સિફતથી
    બિલાડીના ઘર ચાતરી જાય ટહુકો

    નિરવતાની ઓઢેલી ચાદરને કેવો
    મધુરાશથી કાતરી જાય ટહુકો

    હજુ ડાળ પર એક કૂંપળ ફુટે ત્યાં
    લહેર પાદરોની ભરી જાય ટહુકો

    પ્રથમ પહોર, આંગણમાં સરગમને છેડી
    સદા ભૈરવી પાથરી જાય ટહુકો

    કફન ચાંચમાં તું અગર દઈ દે તારું
    ભવોભવના સાગર તરી જાય ટહુકો

  3. Jaishreeben and amit .. Yes Happy Birth day from Bulsar .. and Hearty Greetings to all your admirers who made all your single handed efforts so Hearty .Keep up

  4. બેશક ટહુકો હરહમેંશ ટહુકતો જ રહેશે!!!!
    સાતમી સાલના શુભઆરંભે શુભેચછાઓ સહીત અભીન્ંદન અને ધન્યવાદ.

  5. જયશ્રી, અમીત તેમજ ‘ટહુકો’ ………….
    ખુબ ખુબ અભીનંદન.. હાર્દીક શુભેચ્છાઓ…

  6. ” CONGRATULATIONS AND BEST WISHES TO JAYASRIBEN AND AMITBHAI
    pLEASE KEEP UP THE GOOD WORK AND KEEP GUJARATI FAMILIES HAPPY WORLDWIDE.

  7. જન્મદિવસના ખોબલે ને ખોબલે અભિનંદન.

  8. હાર્દિક અભિનંદન! ગીત-સંગીત પ્રેમીઓને ટહુકાનો આસ્વાદ વર્ષો સુધી કરાવતા રહો તેવી શુભેચ્છા!

    દિનેશ

  9. YOUR UNSELFISH SERVICE TO THE GUJARATI SANGEET LOVERS IS

    HIGHLY APPRECIATED. YOU ARE DIRECTLY GIVING LOTS OF JOY

    AND HAPPINESS TO ALL YOUR LISTENERS WITH DEVOTION AND

    ENTHUSIASM. PRAY GOD BLESS YOU AND YOUR FAMILY ON THIS

    AUSPICIOUS OCCASION. CONGRATULATIONS & BEST WISHES.

    WARMEST REGARDS.

  10. Congratulations and Best Wishes to Tahuko.com- Jayshreebahen & Amitbhai on Tahuko’s Birthday.
    Veena & Pravin Goradia

  11. વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન અને અનેક શુભકામનાઓ………..
    સીમા

  12. Sushri Jayshreeben and Shri Amitbhai,
    Namaste !!!!

    Gujarati who is away from Home and who is inclined to Music,literature,poetry,your Tahuko………is comfort,solace,soothing and makes us indebted to both of you.You are doing unparallel,doyen service for those thirsty souls.
    Myriad thanks and Many Many Happy returns of the day to Tahuko..you are our food for soul !!!
    God bless Tahuko
    Upendraroy Nanavati

  13. હાર્દિક અભિનન્દન!!! વર્ષો સુધી ટહુક્યા કરો એવી શુભકામના !!!
    કેતન

  14. Respected Jayshreeben,
    Congratulation for successful journey for contributing for light music, Gujarat will always remember you for contribution

    Devesh.Dave
    Bharuch

  15. ખુબ ખુબ અભીનંદન, આભાર સાથે. ગીતો ની વિનંતી કે કોઈ e MAIL કર્યો હોઈ તો એનો જવાબની અપેક્ષા અસ્થાને નથી ને ? લગભગ કેટલા સમયમાં તેનો જવાબ મળે ?

  16. MANY MANY HAPPY RETURNS OF THE DAY ,,,,,,, HAPPY BIRTH DAY.

    INCLUDING ALL GUJARATI WISH THAT “TAHUKO” MAY MAKE “TAHUKAR” ALWAYS WITH ALL THE BLESSINGS OF ALMIGHTY AND THEIR WELL WISHERS.

    SHAILESH JANI
    BHAVNAGAR

  17. ટહુકો.કોમ ને આજે છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશ-પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન અને ખોબલે ખોબલે શભેછ્છાઓ સાથે…શુભકામનાઓ….
    ગુજરાતી ભાષા માટેનું ખુબજ સારુ કામ કરી રહ્યા છો.

    જયશ્રીબેન તથા અમિતભાઈને પણ આ નિમિત્તે ખૂબ-ખૂબ આશીર્વાદ…

  18. અભિનન્દન્.દે તાલ્લિ ના બિજા ગેીતો મુકવા વિનન્તિ.

  19. ટહુકો ટહુક્યા કરે એવી સુરિલિ શુભકમના…

  20. ‘ટહુકો’ પરીવારને ખુબ ખુબ અભીનંદન.. હાર્દીક શુભેચ્છાઓ… Happy Birthday !

  21. Really tahuko is excellent –when i go to US –ONLY this site is speaking with me and I enjoy it fully –happy birthday to you and your parents also !!!!!!!!!!

  22. 7મી વર્ષગાંઠે જયશ્રીબહેન, અમીતભાઈ તેમજ ‘ટહુકો’ પરીવારને ખુબ ખુબ અભીનંદન.. હાર્દીક શુભેચ્છાઓ…
    – મણી અને ગોવીન્દ મારુ

  23. ટહુકો.કોમ ને હાર્દિક અભિનંદન અને જયશ્રી-અમિતને અપરંમપાર શુભકામનાઓ…ઈન્ટરનેટના ગગન વિશાળમાં વિહરતા રહી અમારા કર્ણોમાં ટહુકતા રહો એ જ અભ્યર્થના.
    ટહુકા વિના સુનો રે સમય……

  24. Happy Birthday to TAHUKO. Excellent work with full dedication by Jayshri & Amit. Keep it up. All the Best.

  25. Happy Birthday would be for a human being. But what is created by humans will have Happy Anniversary. But for such a wonderful website, it should be Happy Creation Day. Many happy returns of the day. remember, Tum Jeeyo Hazzaroon Saal Aur Saal ke Din hook Pachaas Hazaar. God Bless the creators and the administrators for running this wonderful site. Specially for not permitting “download” of copyrighted music. Thanks a million.

  26. ખુબ ખુબ અભિનદન, અત્રે કેનેડામાં ગુજરાતી સાહિત્ય સંગીત સાથે સતત જીવંત રાખવા બદલ આભાર સાથે શ્રી, જયશ્રેીબેન શ્રી અમિતભાઈને શુભકામનાઓ………………..

  27. ટહુકોને જન્મદિનની વધાઈ. આવનારા વર્ષે અંદર ને બહાર એકધારી ગતિથી ટહુકાઓ ખીલતા અને ખૂલતા રહે એ માટે શુભેચ્છાઓ.

  28. શબ્દ અને સૂરના સથવારે ‘ટહુકો’ સપ્તપદીના ફેરામાં આવ્યો.
    આનંદ અને મંગલ ધ્વનિના તરંગે બહુજનમાં સમાયો.
    પિયરમાંથી નીસરી વિશ્વમાં વિસ્તરી રહ્યો.
    “માવતર”ને ખોબલે ખોબલે વધાઈ.

  29. ાવર્શ્ગાન્થ મુબારક ટહુકો જિએ હજારો સાલ્.

  30. ખોબલે ખોબલે અભીનન્દન.
    ખુબજ સારુ કમ કરી રહ્યા છો.
    શભેછ્છાઓ સાથે…

  31. HEARTY CONGRATULATIONS, AND WISH YOU VERY VERY HAPPY BIRTHDAY,I AM REGULAR READER OF TAHUKO.COM

  32. ટહુકો.કોમ ને આજે છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશ-પર્વ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ….
    જયશ્રી-અમિતને પણ આ નિમિત્તે ખૂબ-ખૂબ આશીર્વાદ…

  33. EVI J CHHE SHUBHECHHA TAHUKO SATAT TAHUKYA KARE
    NE GEET GURJARI NA SATAT MAHEKAVYA KARE
    -MEGHBINDU

  34. Happy Birthday -and many many more !!!-
    ટહુકો ન જાણે મને કેટલો ગમે?
    કેટલુ વારું ક્યાં થી વારું એ મને વળગીને વ્હાલ કરે..!!
    કેહવાનું ન કંઈ બાકી રહે ડો. વિવેકભાઈ મારા મનને શબ્દોમાં રજુ કરે…
    ટહુકો ન મને જાણે પણ ટહુકો મને બહુ ગમે..!!!
    તુમ જીઓ હજારો સાલ યે wish સદા રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *