Category Archives: સુરેશ વાઘેલા

સુરેશ વાઘેલા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

મોહનની પ્રીતિ - સુરેશ દલાલ
હજુ પણ તમારી સતત યાદ આવે - કવિ મેઘબિંદુ

હજુ પણ તમારી સતત યાદ આવે – કવિ મેઘબિંદુ

સાંભળીએ કવિ શ્રી મેઘબિંદુની એક મઝાની ગઝલ… સોલી કાપડિયાના સુમધુર સ્વર અને સુરેશ વાધેલાના એટલા જ મઝાના સ્વરાંકન સાથે..! શબ્દોની મધુરતા, અને સ્વર-સુરોની સુંવાળપને લીધે આ ગઝલ વારંવાર સાંભળવાનું મન ન થાય તો જ નવાઇ…

સ્વર : સોલી કાપડિયા
સંગીત : સુરેશ વાઘેલા

(હજુ પણ તમારી સતત યાદ આવે….Photo : TrekEarth)

This text will be replaced

હજુ પણ તમારી સતત યાદ આવે
હજુ રમેલી રમત યાદ આવે

તમે આંસુઓને જે પાલવથી લૂછ્યાં
ભીની લાગણીની મમત યાદ આવે

મહેકતા ફૂલોને હું જોવું છું જ્યારે
ગૂંથેલી તે માળા તરત યાદ આવે

કહેવા ચાહું નામ તારું હું સૌને
પણ નક્કી કરેલી શરત યાદ આવે

રગેરગ હું મહેકું છું તારે લીધે તો
પળેપળ વીતેલો વખત યાદ આવે

- કવિ મેઘબિંદુ

Share what you loved...

મોહનની પ્રીતિ – સુરેશ દલાલ

સંગીત – સુરેશ વાઘેલા
કવિ – સુરેશ દલાલ

This text will be replaced

સ્વર – સુરેશ વાઘેલા

This text will be replaced

સ્વર – રેખા ત્રિવેદી

* * * * * * *

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે
હથેળીની રેખા જેમ એવી અંકાય
એતો ઊંડી રહે પ્રાણ ભલે ઊડે

રણઝણતા વાયરામાં ફરફરતા કેશ નહિ
સિંદુર પૂરેલી છે સેંથી
માધવની પ્રીતિ નહિ માટીનું બેડલું
એ તો યમુના બે કાંઠે રહે વહેતી

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

મોહનની પ્રીતિ નહિ સાત-સાત રંગ
એતો શિર પર ઝૂલે છે આકાશ
વાલમની પ્રીતિ નહિ વિખૂટો શબ્દ
એની મોરલીની સૂર મારે શ્વાસ

મોહનની પ્રીતિ એ તો મહેંદી નહિ
કે એને આજે મૂકોને કાલે ઊડે

Share what you loved...