Category Archives: ઉર્વશી પારેખ

ઉર્વશી પારેખ

ઉર્વશી પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

એક સાંજ - ઉર્વશી પારેખ



એક સાંજ – ઉર્વશી પારેખ

એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે
ડુબતો સૂર્ય, કેસરવરણી સાંજ

ભીના ભીના સંવેદનો મનનાં
કેટલું બધુ કહી નાંખવાની ઇચ્છા સાથે
એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે

બધાએ એક-બીજા સાથે બોલ્યા કર્યું
આપણે બન્ને બેસી રહ્યા બોલ્યા વિના
ભીની રેતીમાં લીટા દોરતા રહ્યા
એક-બીજાને જોતા રહ્યા
આંખો વડે
અપ્રત્યક્ષ રીતે કહેતા રહ્યા
ઉભા થયા, બોલ્યા વિના

પાસે પાસે ચાલતા રહ્યા, બોલ્યા વિના
ખુબ સાંરુ લાગ્યું મનને, બોલ્યા વિના
અને અજાણતામાંજ હાથે સ્પર્શી લીધુ હાથને
અને બધુ કહેવાઈ ગયું, બોલ્યા વિના
એક સાંજ આપણે મળ્યા દરિયા કિનારે
અને મળી ગયા
એકબીજાને દરિયા કિનારે.