Category Archives: જટિલ

જટિલ

જટિલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

આપણે - 'જટિલ'



આપણે – ‘જટિલ’

desert12

મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે,
ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડ્યા તે આપણે…

સાત સાગર પાર જઇને સામે કિનારે ઊતર્યા,
ઝાંઝવાના એક બિન્દુમાં ડૂબ્યા તે આપણે.

આંખ સામે મોલ સુકાયા, ન આપ્યું બુંદ પણ,
ને ‘જટિલ’, રણ-રેતમાં વરસી પડ્યા તે આપણે.