પંદરમી વર્ષગાંઠ પર…

લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.

– ભગીરથ બ્રહ્મભટ્ટ.

**********

આ નાનકડી કવિતાથી શરૂઆત કરી હતી ટહુકો બ્લોગની , એ વાત ને આજે 15 વર્ષ થયા.   આજના આ ખાસ દિવસે એ સર્વ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમના સતત સહકાર વગર એક ડગલું પણ શક્ય નહોતું .  કલાકોની અને દિવસોની ગણતરી વગર, કોઈ પણ અપેક્ષા વગર કેટલાય મિત્રોએ ટહુકોને સમૃદ્ધ બનાવ્યો છે…   ટહુકો પર કોઈ ટેકનિકલ મુશ્કેલી આવે,  ટહુકો Foundation નો કાર્યકમ હોઈ, ટહુકો પર નવી પોસ્ટ મુકવાની હોઈ,  કોઈ એક કવિતાને અનુરૂપ તસ્વીર મુકવાની હોઈ, કોઈ એક કવિતાના શબ્દો પરથી સ્વરાંકન શોધવાનું હોઈ, સ્કેન કરેલા કાગળ પરથી કે ચોપડીમાં જોઈએ શબ્દો લખવાના હોઈ..  અને  કલાકોની મહેનત પછી કોઈ કવિતા મુકાઈ ટહુકો પર કે  ગીત ગુંજતું થાય – એ બધું તરત જ ‘વસૂલ’ થાય એ રીતે એના પર comment કરવાની હોઈ – આમાંની એક પણ કામ હું એકલે હાથે ન્હોતી કરી શકવાની ….    ડગલે ને પગલે આપ સર્વે નો સાથ હંમેશા મળ્યો છે, અને ભવિષ્યમાં પણ મળશે જ એની ખાતરી છે.

ઘર પરિવારથી અલગ, માતૃભાષા અને વતનથી અલગ થયાનો ઝુરાપો ખાળવા શરૂ કરેલો પ્રયાસ આટલા વર્ષો ટકશે, અને સાથે એક Registered Non-profit Organization તરીકે કાર્યરત થશે,  એવું સ્વપ્ને પણ નહોતું ધાર્યું.    

અને હા, એ પરથી યાદ આવ્યું –  તને ટહુકોની YouTube Channel ને Like & Subscribe કર્યું કે નહિ ?
https://www.youtube.com/channel/UCDI_0oMfqsb2WTjwZSE9Xtw

ટહુકોની ડોક્ટર – દિપલ પટેલ – યાદ છે ને?  એની જ અથાગ મહેનતથી આ ટહુકો ની યુટ્યુબ ચેનલ પર ટહુકો આયોજિત કાર્યક્રમોનું રેકોર્ડિગ જોવા અને સાંભળવા મળશે. 

આ સાથે યાદ આવ્યું તો પૂછી જ લઉં – ટહૂકો Foundation ની નવી Online / Zoom programs શ્રેણી – સ્વર અક્ષર – માણવાનું ચૂકી નથી ગયા ને?  દર મહિને એક કલાકાર ને જાણવા માણવાનો અવસર – ગમતાંનો global ગુલાલ – ટહુકો Foundation ના Creative Director હેતલ બ્રહ્મભટ્ટ ની મહેનતથી જ એ શક્ય બન્યું છે.  આપ દર મહિને અમારી સાથે જોડાશો zoom તો તો ગમશે જ, પણ અત્યાર સુધીના અને હવે પછીના બધા સ્વર-અક્ષર શ્રેણીના કાર્યક્રમોનું રેકોર્ડિગ ટહુકોની YouTube Channel પર પણ મળશે. 

ચલો હવે વધારે સમય નહિ લઉં આપનો …  જે શબ્દોથી, જે સ્વરાંકનથી ટહુકોની શરૂઆત થઈ હતી, એ આજે ફરી માણો..    અને હા,  આટલા વર્ષોમાં આપને શું ગમ્યું, શું મળ્યું, અને ટહુકો વિશેનો આપનો બીજો કોઈ પણ પ્રતિભાવ હોઈ તો જણાવશો?   આ Facebook Twitter Insta TikTok અને What Not ના જમાનામાં ટહુકો પર પ્રતિભાવો આમ પણ ખૂબ જ ઓછા થઈ ગયા છે.   જો આપ આ પોસ્ટ વાંચી રહ્યા હોવ, તો એક નાનકડી  comment પણ કરશો?  મને અને ટહુકો સાથે જોડાયેલા સર્વે ને ગમશે. 

**********

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું…
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું…

**********
મારી પહેલી તે પ્રીતનો
મ્હોર્યો પારિજાત,
ઝૂકી ઝૂકી ઉરને આંગણ
કરતો સુગંધભરી વાત,
– મારી પહેલી …

ફૂલ ફૂલની ફોરમ લઇને
વહેતા મનના વાયુ,
હૈયાના ધબકારા કહેતા :
‘લોચન કોક લપાયું;’
ચેન નહીં દિવસના, વીતે
વસમી સપને રાત :
– મારી પહેલી …

પ્રાણ તણી વીણાના તારે
ગૂંજે ગીત અજાણ્યાં,
વ્યાકુળ ઉરના મધુર અજંપા
મન ભરીને માણ્યા;
ઊઠી મારા પ્રીત-પટોળે
મોરપિચ્છની ભાત :
– મારી પહેલી …

25 replies on “પંદરમી વર્ષગાંઠ પર…”

  1. Thank you very much n congretuletions Jayshreeben for cotinuing Tahuko for such a long period. Your dedication has worked..This is very inspiring..to post something new…..Tahuko kept gujarati language live ..

  2. ટહુકો ડોટ કોમ માટે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન…

  3. ૧૫મી વર્શગાંઠના અનેક અભિનંદન. આનાથી અનેકગણા ફૂલોઆલો તેવી પ્રર્થના.⚘

    મનસભર હૃદયપુર્વક ધન્યવાદ… બહું જ આનંદ થાય છે નિતનવા કાવ્યો માણવાની… આવી સરસ ગુજરાતી સાહિત્યની પૂજા કરવી તે ગૌરવની અને મહત્વની વાત છે અને તે માટે આભાર પણ મોળો પડે તેમ લાગે છેવધુ તો શું કહેવુ … શતાયુ ભવ: …

    અહીં પરદેશ મા રહીને દેશ યાદ કરવા ટહૂકો સાંભળવાનું ખૂબ ગમશે

  4. Belated Happy Birthday “Tahuko”…

    જે વ્યક્તિ ને એના બાળપણ થી ઓળખતા હોય એ અને એ જ્ન્મ્ભુમી થી આટલે દુર જઇ ને આપણી ગુજરાતી ભાષા માટે આવું સરસ કામ કરતા હોય એ જોઇ – જાણી ને આનંદ અને ગર્વ ની લાગણી ઉભરાય છે.

    જયશ્રી અને એની ટીમ ને અભિનંદન અને શુભેચ્છાઓ. તમે બધા ત્યાંના અતિવય્સત સિડ્યુલ માં થી પણ આ પ્રવ્રુતિ માટે સમય કાઢી શકો છો તો અમે ભગવાન ને એટલી પ્રાર્થના અવસ્ય કરીએ કે તમને અને તમારા બધા કુટુંબીજનોને સદા સ્વસથ રાખે.

    ફરી એકવાર અભિનંદન.

  5. લગભગ છેલ્લા ૧૦ વર્ષથી ટહુકો વત્તેઓછે પ્રમાણે માણતો આવ્યો છું. ભાષાને બચાવવાનાં પ્રયાસો કરતાં માણતા શીખી જઈએ તો કેવું સારું!
    અને મારા ખ્યાલ પ્રમાણે ટહુકો એ માણવાનું કામ બખુબી કરતું આવ્યું છે!

  6. ટહુકો-એવું મીઠડું નામ અને તેને અનુરૂપ કવિતાઓ અને સુંદર સ્વરાંકન. ટહુકાર કરતી આ ટોળકીએ આનંદ છૂટા હાથે વહેંચ્યો છે.આભાર. શુભેચ્છાઓ અને સહુના હૈયામાં વસી જાય તેવુંજ અહીં મળતું રહેશે એ આશા.

  7. “ટહુકો” માધ્યમ દ્વારા સમયાન્તરે ગુજરાતી સાહિત્યને માણવાનો જે આનંદ મળે છે તે ખરેખર તમારા જેવાની અદ્દભુત નિષ્ઠાપૂર્વકની મહેનતને આભારી છે.
    ૧૫મી વર્ષગાંઠ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ.

  8. ૧૫મી વર્શગાંઠના અનેક અભિનંદન. આનાથી અનેકગણા ફૂલોઆલો તેવી પ્રર્થના.⚘

  9. Youtube હોય, facebook હોય, whatsapp હોય, instragram હોય, Zoom હોય કે Live Show હોય પણ ટહુકોના આ collectionનું મહત્વ તેનાથી જરાય ઓછું થતું નથી.ત્યાં ગુજરાતી ગીતો છે, સંગીત છે કલાકારો છે પણ અહીં એથી વિશેષ છે. અહીં એક સાથે ઘણા પ્રાચીન અર્વાચીન કવિઓ છે, તેમની સુંદર લખેલી રચનાઓ છે. તેમની ઓળખાણ છે. કવિતા અને ગીત છે, તેમનું વિવેચન છે અને કવિ પ્રેમી લોકો પણ છે. અહીં ઘણા સંગીતકાર છે ઘણા મધુર ગાયક છે અને તેમનો પણ પરિચય છે. આ તો કાયમની દુનિયાના દરેક ભાગના ગ્લોબલ ગુજરાતીઓની ગીત સંગીતની ઓળખાણ છે. અહીં કવિના મનનો ભાવ અને કલાકારના સંગીત થકી તેની અનુભૂતિનો ભાવ સાથે મળે છે. કવિતાને સંગીત મળે છે ત્યારે ગીત બને છે. જેમ આપણે વૃક્ષારોપણ કરીએ છીએ એમ દરેક વર્ષે કલાકારોને નવા જુના એક ગીત અર્પણ કરવાનું કહીએ તો આ સફર ચાલ્યા જ કરશે.

  10. દીપલે ખંતપૂર્વક જાળવી રાખેલ ટહુકાના લયમાં જયશ્રીનો સૂર ફરી ભળવો શરૂ થાય એની પ્રતીક્ષા છે… આશા છે કે કમસેકમ સોળમા વર્ષમાં અઠવાડિયામાં એક વાર પણ પોસ્ટેડ બાય જયશ્રી જોવા મળે…

    ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહકામનાઓ…

  11. Jayshreeben , Hetalben, Deepalben, and other members of your team,
    thank you for your selfless service for so many years in the service of our ‘Matrubhasha” To do this work consistently for 15 long years on a voluntary basis is such an achievement and shows the power of your dedication. May Godess Sarsavati shower her blessings on you to continue this work.

  12. અભિનંદન. ટહુકા ની ટીમ ને. લોકડાઉન મા ટહુકા ની સંગાથે ઉત્તમ સમય પસાર થયો ્

  13. અહીં પરદેશ મા રહીને દેશ યાદ કરવા ટહૂકો સાંભળવાનું ખૂબ ગમશે

  14. ગુજ્રરાતી સાહિત્યને ટહૂકો એ ગાજ્તુ કરી દીધુ. ખુબ ખુબ અભિનન્દન !

  15. તમે ટહુક્યા….
    ૧૫ વરસ પહેલા…. પણ મન લીલુ છમ આજ સુધી…
    અતુલ થી અમેરીકા સુધી…

    ભક્ત હૃદય ભક્તાપટેલ,
    દિપલ, હેતલ અને તમામ ટીમ ને અંતર ના ધન્યવાદ
    જય સ્વામિનારાયણ.

  16. My Heartiest Congratulations.May TAHUKO conquer New Heights in its efforts to spread Fragrance of Gujarati Music Worldwide..It is indeed a Highly Praiseworthy effort.

  17. My Heartiest Congratulations Jayshreeben on the Happy occasion of 15 th Birthday of TAHUKO.Your Efforts to Spread Happiness to Millions of Music Lovers across the Globe is indeed very Praiseworthy.Thousands of miles away from India you have spread the Fragrance of Gujarati Music to Millions of its followers.May TAHUKO continue to inspire such Noble initiative to others.My BLESSINGS & BEST WISHES.

  18. ટહુકો અમારા મનમાં વણાઈ ગયો છે. હવે તો એવું થાય કે કોઈ ગીત કે કાવ્ય જોઈતું હોય તો સૌથી પહેલાં ટહુકો પર ખાંખાખોળા કરીયે.
    કોઈ ગીત સાંભળવાની તલપ લાગી હોય તો સીધા ટહુકો પર .
    તમારા article પણ વાંચવા ગમે છે. ખરેખર ગમે છે.

  19. મનસભર હૃદયપુર્વક ધન્યવાદ… બહું જ આનંદ થાય છે નિતનવા કાવ્યો માણવાની… આવી સરસ ગુજરાતી સાહિત્યની પૂજા કરવી તે ગૌરવની અને મહત્વની વાત છે અને તે માટે આભાર પણ મોળો પડે તેમ લાગે છેવધુ તો શું કહેવુ … શતાયુ ભવ: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *